Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

સાવધાન : લૉટરી લાગ્યા, ગિફ્ટ મળ્યાના મેસેજ વાંચ્યા વગર ડિલીટ કરી પરમેનન્ટ બ્લૉક કરો


આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ મોબાઇલ ફોનમાં રોજના કરોડો મોબાઇલ ઍપ ડાઉનલોડ થાય છે. આશ્ર્‌ચર્યની વાત તો એ છે કે જ્યારે કોઈએ પ્રિન્ટેડ ફોર્મ કોઈ પણ કામ માટે ભરવાનું હોય છે ત્યારે તેમાં તેની અંગત માહિતી ભરતા પહેલા પચાસ વાર વિચારે છે, પ્રશ્ર્‌નો પૂછે છે પછી માહિતી આપે છે, પણ આજ વ્યક્તિ જ્યારે કોઈ ઍપ તેના મોબાઇલમાં ડાઉનલોડ કરે છે ત્યારે તેમાં “આય એગ્રીની એક વિન્ડો ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ માટે ખૂલે છે, આ ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ ક્યારેક તો ૧૦,૦૦૦ શબ્દો જેટલી મોટી હોય છે, પણ ઍપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવાની ઉતાવળમાં મોટાભાગના લોકો આ ‘આય એગ્રી કોલમમાં ટિક શર્તો વાંચ્યા વગર એગ્રી કરે છે અને અહીંથી જ શરૂઆત થાય છે તકલીફોની.
૨૧મી સદીમાં મોબાઇલ ઍપ વગર લાઇફ શક્ય નથી તેથી મોબાઇલ ઍપ દરેકની જિંદગીનું એક મહત્ત્વનું અંગ છે. ઍપ કંપનીઓ પણ યુઝર પાછળથી કાનૂની પગલાં ના ભરે તેના માટે જરૂરી – બિનજરૂરી એવી દરેક શર્ત તેમાં ભરે છે. તેમાં તમારી માહિતી તેઓ બીજા સાથે શેર કરે અથવા કોઈ વાપરે તો તેના માટે તેઓ જવાબદાર નથી. તમને પ્રમોશનલ મેસેજ આવે તેમાં કોઈ વાંધો નથી તેવું એગ્રી કરાવે છે અને તેથી દરેક મોબાઇલ ઍપમાં “આય એગ્રી” કોલમમાં ટિક કરવી આવશ્યક છે.
હાલમાં જ બ્રિટનમાં ગ્રેગ નામના યુવાને ૨૦૧૮માં ‘સ્કાય બેટ’ કે જે ઑનલાઇન ગેમ્બલિંગ ઍપ છે તે ડાઉનલોડ કરેલું અને તેમાં ૧૦,૦૦૦ શબ્દોના ટર્મ્સ ઍન્ડ કન્ડિશનના “આય એગ્રી” કોલમમાં ટિક કરીને ઍપ વાપરવાનું શરૂ કરી દીધું. એક વર્ષમાં તો તે ૧૫૦૦૦ પાઉન્ડ ફૂટબોલની બેટ્‌સમાં હારી ગયો અને તેને તેના હોમ લોન્સના હપ્તા ચૂકવવામાં મુશ્કેલી થતા ગેમ્બલિંગ ઍપમાં ફૂટબોલની બેટ લગાડવાનું બંધ કરી દીધું, પણ એક દિવસ તેને ઇમેલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે તેની બૅંક લોનના ઇએમઆઇ ચૂકવવામાં મદદ કરવા માટે મોબાઇલ ઍપમાં ૧૫૦૦ પાઉન્ડની ફ્રી ક્રેડિટ આપવામાં આવશે, જેમાંથી તે ૪૦,૦૦૦ પાઉન્ડ જેટલી કમાઇ કરી શકશે. આટલું જ નહીં ઇમેલમાં ગ્રેગના શોખ તેની શોપિંગ જરૂરિયાતો બૅંકિંગ એકાઉન્ટમાં નહીંવત્‌ બેલેન્સ હોવાના કારણે લોનની પ્રપોઝલ્સ વગેરેનો ઉલ્લેખ થતા ગ્રેગને ખ્યાલ આવ્યો કે તેની પૂરી કુંડળી આ લોકો પાસે પહોંચી ગઈ છે. ગ્રેગે ૨૫૦૦ વાર ઍપમાં નાણાં ભરેલા તેથી ઍપમાં તે બહુ ઇમ્પોર્ટન કસ્ટમરની શ્રેણીમાં આવી ગયેલ અને જ્યારે તેણે ફૂટબોલની બેટ લગાડવાનું ઍપમાં બંધ કરી દીધેલ ત્યારે ઍપએ કંપનીને “હાઇ વેલ્યૂ વીન બેક કસ્ટમરનો મેસેજ ફ્લેગ કરતા સિસ્ટમે ઇમેલ જનરેટ કરીને ગ્રેગને મોકલ્યો હતો. બ્રિટનમાં દર મહિને દોઢ લાખ વાર સ્કાય બેટનું ઍપ ડાઉનલોડ કરવામાં આવે છે, જેમાં વર્ષે ૭.૪ બિલિયન પાઉન્ડ્‌ઝની કમાણી આ ઍપ કરે છે, આવા તો કેટલાય ઍપ્સ હોય છે. બ્રિટનમાં તો સાયબર લૉમાં પ્રાઇવેટ ડિટેલ્સ માટે પ્રોટેક્શન છે તેથી જ્યારે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો ત્યારે ઍપ કંપની દલીલ કરે છે કે આ ઍપ એક બાહરી સંસ્થા પાસે આઉટસોર્સ કરવામાં આવેલ છે અને તે બન્ને વચ્ચેના એગ્રીમેન્ટ મુજબ જાે ગ્રાહકની અંગત વિગતો લિક થાય તો તે આઉટસોર્સ પાર્ટી જિમ્મેદાર છે, આમ ગ્રેગ ફૂટબોલની રમતમાં બેટ લગાવતા રિયલ લાઇફમાં કોર્ટમાં ફૂટબોલની જેમ એકથી બીજી કંપની ઉપર કેસ કરવામાં ફંગોળાયા કરે છે. આવા ઍપ્સમાં ઑનલાઇન શોપિંગ, ઑનલાઇન પેમેન્ટ, કાર હાયર વગેરેની લિંક આપવામાં આવે છે અને યુઝરને લાગે છે કે આ ઍપમાં બધી સેવાઓ એક જગ્યાએ જ મળે છે તેથી તેના માટે બીજા ઍપ લેવાની જરૂર નથી, પણ આના કારણે ક્યાંથી ઍપ યુઝરની અંગત વિગતો લિક થાય છે તે જાણવું બહુ કઠિન છે.
એ વાત પણ હકીકત છે કે ઑનલાઇન શોપિંગ, ઑનલાઇન બૅંકિંગ, ઑનલાઇન પેમેન્ટ વગેરેના કારણે લૉકડાઉનમાં લાઇફને આસાન કરેલી હતી. પ્રતિષ્ઠિત કંપનીઓ અને બૅંકો તેના ગ્રાહકોની અંગત વિગતો બહુ સંભાળીને રાખે છે અને કોઈની સાથે શેર નથી કરતા અને વારંવાર ગ્રાહકોને ઍલર્ટ મોકલાવતા હોય છે કે તેઓ ક્યારેય ગ્રાહકની પર્સનલ ડિટેલ્સ કે ઓટીપી માગતા નથી તેથી કોઈની સાથે શેર નહીં કરવાના.
જાે કોઈને એમ લાગે કે ઑનલાઇન સર્વિસથી જીવન આસાન છે અને જાે ઍપ ડાઉનલોડ કરતા હોય તો તેણે માત્ર જરૂર પૂરતી જ વિગતો ભરવી જાેઈએ. હવે તો આધાર કાર્ડની ડિટેઇલ્સ ભરવાની નથી હોતી અને વારંવાર તેના પાસવર્ડ બદલવા જરૂરી છે. પાસવર્ડ બહુ વિચિત્ર હોવો જાેઈએ જેની કોઈ કલ્પના જ ના કરી શકે અને અજાણ્યા ઇમેલ વાંચ્યા વગર જ ડિલીટ કરે, અજાણ્યા ફોનને જવાબ આપ્યા વગર રિજેક્ટ કરે આવા મોબાઇલ નંબરને બ્લૉક કરે અને કોઈ પણ એસએમએસ ખાસ કરીને લૉટરી લાગ્યા, ગિફ્ટ મળ્યા વગેરેને વાંચ્યા વગર ડિલીટ કરીને તેને પરમેનન્ટ બ્લૉક કરો. ક્યારેય એવા ભ્રમમાં ના રહો કે આપણે બહુ પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી વ્યક્તિ છીએ એટલે કોઈ આપણો સંપર્ક કરવા માગે છે તો લાઇફ આસાન રહેશે. ઘરની એક જ વ્યક્તિ ઑનલાઇન ફેસેલિટી લે, એક જ બૅંક એકાઉન્ટમાં ઑનલાઇન ફેસેલિટી લે. અને આ બૅંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખશે તો લાઇફ આસાન રહેશે.
સોશિયલ મીડિયા સાઇટ્‌સ વગેરેમાં લોકેશન ચાલુ રાખીને ફોટાઓ ડાઉનલોડ કરીને આનંદ મેળવવામાં ક્યારેક મુશ્કેલીઓ થઈ શકે છે. કેટલીય સોશિયલ મીડિયા વેબસાઇટો ઉપર ડેટા લિકના કેસીસ ચાલે છે અને કબૂલ પણ કરેલ છે કે કરોડો સબસ્ક્રાઇબર્સના ડેટા તેની સાઇટ પરથી લિક થયા છે. “કીપ કુલ હેડ મેઇનટેન લો પ્રોફાઈલ, નેવર સે વ્હૉટ યુ આર ડુઇંગ બટ લેટ ધ વર્લ્ડ નૉ વહેટ યુઆર બાય યૉર ડીડ્‌સ” આ મંત્ર હતો ચીની પ્રમુખ ડેંગ ઝિઓપિંગનો જેણે ચીનમાં રિફોર્મ શરૂ કરેલા અને તેના કારણે જ ચીન મહાસત્તા બની રહ્યું હતું, પણ તેનાથી ઊલટું ચીની પ્રમુખ સી જિનપિંગ કરી રહ્યા છે અને તેથી ચીન જગતમાં તેનો પ્રભાવ બહુ જલદી ગુમાવી રહેલ છે અને અમેરિકા, યુરોપ અને એશિયન દેશોમાં તેના સંબંધો પ્રભાવિત છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *