જાગૃતિ અભિયાન : સાયકલ પર ભારત યાત્રા પર નિકળેલ ઝારખંડનો યુવક બાલાસિનોર પહોંચ્યો

વિશ્વ શાંતિ, પર્યાવરણ જાગૃતિ અભિયાન લીઓ કલબના સભ્યો દ્વારા સન્માન કરાયું

ઝારખંડના જમશેદપુરનો યુવક અધીરાજ બરૂઆ વિશ્વ શાંતિ, પર્યાવરણની જાગૃતિ અને બાળલગ્ન જાગૃતિના ઉમદા ઉદ્દેશો સાથે ભારતના પ્રવાસે સાયકલ પર નીકળેલ છે. તેઓ 32 હજાર કિલોમીટર 29 રાજ્યોમાં થઇ પોતાની આ યાત્રા 1 વર્ષ અને 6 માસમાં પૂરો કરવાની ઈચ્છા સાથે નિકળેલ છે.

સાયકલ યાત્રા પર નીકળેલ યુવક બાલાસિનોર ખાતે પહોચ્યો હતો. જયાં યુવકનું લીઓ કલબ બાલાસિનોરના સભ્યો તથા ઝોન ચેરમેન લા. પ્રવીણભાઇ સેવક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જમશેદપુર અધિરાજ બરૂઆના જણાવ્યા અનુસાર 1 ઓક્ટોબર 2021થી સાયકલ પ્રવાસે નીકળેલ છું. અત્યાર સુધીમાં 11 રાજ્યો પસાર કરી ગુજરાતના ગાંધીનગરથી બાલાસિનોર આવ્યો છું. હવે પછી જાંબુઆ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કાશ્મીર, પંજાબ રાજ્યમાં જવાનું છે. અત્યાર સુધીમાં 7500 કિમીનું અંતર કાપ્યું છે. 26000 કી.મી. જેટલું અંતર કાપવાનું બાકી છે. સાયકલ પર ભારત પ્રવાસની પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી. તેમના પિતાએ પણ 1987માં ઓલ ઇન્ડિયા ટૂર કરી હતી. જે પ્રેરણા લઈને હું પણ સાયકલ પ્રવાસ નીકળ્યો છું. ગુજરાતના લોકો મિલનસાર સ્વભાવના અને મદદ કરનારા છે. અન્ય રાજ્યમાંથી આવતો હોવા છતાં જ્યાં જ્યાં જવું છું ત્યાં મારી વ્યવસ્થા થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here