મુંબઈ,તા.૧૯
દેશમાં કોરોના વાયરસને કારણે લોકો પરેશાન છે. કેટલાક કોરોના અંગે સરકારે આપેલા નિયમોનું પાલન કરી રહ્યા છે, જ્યારે કેટલાક દેશી નુસખાથી પોતાને વાયરસથી દૂર રાખે છે. આ દરમિયાન અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ગુસ્સે ભરાયા હતા કે તેમણે કહ્યું હતું કે તે દરરોજ ગૌમૂત્ર પીવે છે, તેથી તેમને હજી કોરોના થયો નથી. આ અંગે દેવોલિનાનો પ્રતિક્રિયા લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
ટીવીના ગોપી બહુ ઉર્ફે દેવોલિનાએ પોતાના ટિ્‌વટર પર સાધ્વી પ્રજ્ઞાનું નિવેદનના છાપાનું કટિંગ શેર કર્યું છે, જેનું હેડિંગ છે કે ગૌમુત્ર કોવિડથી બચાવે છે. અભિનેત્રીએ કેપ્શન આપતાં લખ્યું, “હું ખરેખર નિશબ્દ છું, બસ કરો, મજાક બનાવીને રાખી દીધી છે”.
અભિનેત્રીના આ ટિ્‌વટ પછી, યૂઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. એક યુઝરે લખ્યું, ‘જેની જેમા શ્રદ્ધા અને જેની પર જેને ભરોસો પોતપોતાની વિચાર અને પોતાની રીત. આ અંગે દેવોલિનાએ જવાબ આપ્યો, ‘શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે મોટો તફાવત છે. શ્રદ્ધા તમારી જગ્યાએ અને દવા તેની જગ્યાએ.. બસ પોતાનો એક પોઇન્ટ સાબિત કરવા માટે કઇપણ પ્રમોટ કરી શકતા નથી.
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું કહેવું છે કે ગૌમૂત્ર પીવાથી ફેફસાના ચેપ દૂર થાય છે. હું જાતે જ ગૌમૂત્રનો અર્ક લવું છું અને તેથી મારે હજી સુધી કોરોના માટે કોઈ દવા લેવી પડી નથી અને ન મને અત્યાર સુધી કોરોના થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here