અમદાવાદ,
ભલે લગ્ન થઈ ગયા હોય તો પણ પતિ-પત્ની પોતાની ઈચ્છા પ્રમાણે પાર્ટનર સાથે સંબંધ રાખતા હોય છે. કાયદો પણ તેની તરફેણમાં છે કે જબરજસ્તી કરવા વિરુદ્ધ સજાની જાેગવાઈ છે. આમ છતાં કેટલાક એવા કિસ્સા બને છે કે પાર્ટનર દ્વારા શારીરિક સંબંધ માટે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય. સાણંદમાં પણ આવી એક ઘટના બની છે કે જેમાં પતિ પોતાની પત્નીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાધવા માટે બળજબરી કરીને ત્રાસ આપતો હતો.

સાણંદમાં પતિ બળજબરી પૂર્વક તેની પત્ની સાથે સંબંધ બાંધીને તેને માનસિક ત્રાસ આપતો હતો અને આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી છે. પતિ શારીરિક સંબંધ માટે પત્ની સાથે બળજબરી કરતો હતો અને આ દરમિયાન તેણે પત્નીને પ્રાઈવેટ પાર્ટ પર ઈજા પહોંચાડીને બીજી પત્ની લાવવાની ધમકી પણ આપી હતી. પરિણીતાએ પોતાના પતિ દ્વારા મળતા ત્રાસથી છૂટકારો મેળવવા માટે મહિલા હેલ્પલાઈનની મદદ લેવા માટે ૧૮૧ પર ફોન કરીને પોતાની ફરિયાદ જણાવી હતી. પરિણીતાએ અભયમ ટીમને જણાવ્યું કે, તેના પતિ દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે યુવતીએ સંબંધ અંગે ના પાડી તો પતિએ તેને પ્રાઈવેટ પાર્ટ પર ઈજા પહોંચાડીને તકલીફો આપી હતી. જ્યારે પરિણીતાએ સંબંધ માટે આનાકાની કરી તો તેના પતિએ તેને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને કહ્યું કે, હું નવી પત્ની લાવી દઈશ. પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને અભયમ ટીમને ફરિયાદ કરી હતી. આ ટીમે પરિણીતાના પતિનું કાઉન્સિલિંગ કરીને જણાવ્યું હતું કે, પત્નીની ઈચ્છા ના હોય તેવામાં શારીરિક સંબંધ માટે બળજબરી કરવી ગુનો બને છે.

બીજી તરફ પરિણીતાએ પોતાના પતિ દ્વારા આચરવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસને લઈને અભયમ ટીમ સમક્ષ પોલીસ ફરિયાદ કરવાની રજૂઆત કરી હતી. આ પછી ટીમ પરિણીતાને લઈને સાણંદ પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં તેણે પોતાના પતિ સામે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાધીને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here