Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સલાબતપુરા પો. સ્ટેશનના PI કિકાણી સહિત 104 કર્મચારીઓની સામુહિક બદલીથી ચકચાર

(અબરાર એહમદ અલ્વી)

સુરત,

સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ કર્મીઓની બદલી કરી નાખવામાં આવી છે. ટેક્સટાઈલ એસોશિએશનની ફરિયાદો ધ્યાને રાખી તેમજ ભાજપના કાર્યકરોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆતો બાદ 7 લોકોને ખોટી રીતે માર મારવાના આરોપ મામલે PI કિકાણી સહિત 104 કર્મચારીઓની સામુહિક બદલી કરી દેવામાં આવતા સુરત શહેર પોલીસમાં હડકંપ મચ્યો છે. HCએ પોલીસ કમિશનર અને પોલીસકર્મીઓને આ મુદ્દે થોડા દિવસ અગાઉ જ 4 કર્મીઓને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો. અનેક ફરિયાદો મળતા આ કડક કાર્યવાહી કરવામાં આવી હોય તેવુ દેખાઈ રહ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સપાટો બોલાવ્યો તમામ કર્મચારીઓની સામુહીક બદલી કરી નાંખીને ગુજરાતના ઇતિહાસમા પ્રથમ ઘટના કરી દાખલો બેસાડ્યો છે.

સુરત હાઈકોર્ટે દંડ ફટકારતા પોલીસ કમિશનર વિફર્યા : સલાબતપુરા પોલીસ મથકની તળીયા ઝાટક બદલી
ઉપરથી નીચેના 104 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી, સલાબતપુરાના સ્ટાફની સામૂહિક બદલી માટે સબ ઈન્સપેક્ટર પનારા અને ઈરફાન સૈયદ નિમિત્ત બન્યા.

સુરત શહેરના પોલીસ કમિશનરે આજે સલાબતપુરા પોલીસ મથકમાં તળીયા ઝાટક બદલી કરીને પોલીસ બેડામાં ઊહાપો મચાવી દીધો છે. એક સાથે આખા પોલીસ સ્ટેશનની બદલીનો સુરતમાં સૌપ્રથમ ઉદાહરણ જોવા મળ્યો છે જેની પાછળ હાઈકોર્ટની અત્યંત કઠોર ઝાટકણી તેમજ દંડાત્મક કાર્યવાહીને જવાબદાર માનવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન નાગરિકો સાથે માનવતાભર્યુ વલણ દાખવવાના રાજ્ય સરકારના નિર્ણય પછીયે સુરતના કેટલાંક હલકટ પોલીસ કર્મચારીઓએ નગ્નતાના દર્શન કરાવતા અનેક નાગરિકોને રંજાડ્યા હતા. અલબત્ત ખુબ ગંભીર રીતે માર મારવાના, લોકડાઉનના નામે ખોટી રીતે જેલમાં ગોંધી દેવાના, તોડબાજીઓ કરવાની, લુખ્ખાગીરી કરવામાં કેટલાંક કર્મચારીઓએ તમામ સીમા વટાવી દીધી હતી જેમાં સબ ઈન્સપેક્ટર કક્ષાના કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો.

લોકડાઉન દરમિયાન બહાર નિકળેલા મુસ્લિમ યુવકને બર્બરતાપૂર્વક માર મારનાર ઉમરા પોલીસ મથકના કર્મચારીઓને કારણે પોલીસ કમિશનરને હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને કારણે અજય તોમરની ખાસ્સી બદનામી થઈ હતી. આવા સંજોગોમાં સલાબતપુરા પોલીસ મથકના સબ ઈન્સપેક્ટર પનારા, ઈરફાન સૈયદ, અજય અને વિજય નામના કર્મચારીઓએ એક જુગારની તકરારમાં જુગારીઓ પાસેથી વધુ પડતાં રૂપિયા પડાવ્યા બાદ જાહેરમાં ઢોર માર માર્યો હતો. ભ્રષ્ટાચાર કર્યા પછી પણ શાહુકારી કરનાર પનારા અને ઈરફાનની જોડીથી હેબતાયેલા લોકોએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી દીધી હતી જેને પગલે આકરૂ વલણ અપનાવતા હાઈકોર્ટે પોલીસને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટના અત્યંત સ્ટ્રોંગ જજમેન્ટ પછી પોલીસ કમિશનરે સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફની તળીયા ઝાટક બદલી કરીને ભ્રષ્ટ કર્મચારીઓને સ્પષ્ટ સંદેશો આપવાનો પ્રયસા કર્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *