સોશિયલ મીડિયા પર સલમાન ખાનની રિંગ પહેરેલી તસવીરો વાયરલ થઇ રહી છે અને યુઝર્સ તેના પર ખૂબ ચર્ચા પણ કરી રહ્યાં છે.

સલમાન ખાન મંગળવારે આઇફા ૨૦૨૩ (IIFA 2023) માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. આ અવસરે બોલીવુડના તમામ સેલેબ્રિટીઝ હાજર હતા પરંતુ સલમાન ખાનના પહોંચતા જ માહોલ બદલાઇ ગયો. ગ્રીન કલરના શર્ટ સાથે ગ્રે કલરનો કોટ-પેંટ પહેરીને સલમાન એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો. દબંગ ખાનને જાેતા જ કેમેરા ક્લિક થવા લાગ્યા તો એક્ટરે પણ પોઝ આપવામાં કોઇ કંજૂસી ન કરી. આ અવસરે સલમાન ખાન હંમેશાની જેમ પોતાના હાથમાં બ્રેસલેટ પહેરેલો જાેવા મળ્યો, પરંતુ સલમાનની આંગળીમાં પહેલીવાર રિંગ જાેવા મળી. આ તસવીરે સોશિયલ મીડિયા પર બઝ ક્રિએટ કર્યો છે.

સોશિયલ મીડિયા પર સલમાન ખાનની રિંગ પહેરેલી તસવીરો વાયરલ થઇ રહી છે અને યુઝર્સ તેના પર ખૂબ ચર્ચા પણ કરી રહ્યાં છે. કેટલાંક યુઝર્સને લાગ્યુ કે, ક્યાંક સલમાને સગાઇ તો નથી કરી લીધી, પરંતુ જ્યારે નોટિસ કરવામાં આવે તો જાેઇ શકાય છે કે સલમાને રિંગ તો મિડલ ફિંગરમાં પહેરી છે તેથી ફેન્સની આશાઓ પર પાણી ફરી ગયુ.

સલમાન ખાનના બ્રેસલેટની જેમ જ તેની આ રિંગ પણ લકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિંગને લઇને ફેન્સ જાેરદાર રિએક્શન આપી રહ્યાં છે. એકે લખ્યું, “સલમાન ખાન પોતે જ લકી છે, તેને કોઇ લકી વસ્તુ પહેરવાની જરૂર નથી.” કોઇનું માનવુ છે કે, “સલમાન ખાનને આ રિંગ તેના પિતા સલીમ ખાને આપી છે, તેમણે તેમના દરેક બાળકને રિંગ આપી છે.” તેથી આ રિંગની હકીકત તો સલમાન ખાન પોતે જ જણાવી શકે તેમ છે પરંતુ પોતાના ફેવરટ સ્ટારના હાથમાં રિંગ જાેઇને ફેન્સ ફરી એકવાર સલ્લુ મિંયા ઘોડે ચડશે તેવા સપના જાેઇ રહ્યાં છે.

જણાવી દઇએ કે, ભારતીય સિનેમાના પોપ્યુલર અવોર્ડ્‌સમાંથી એક આઇફા અવોર્ડ્‌સ ૨૦૨૩ અબુ ધાબીના યસ આઇલેંડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ જ સિલસિલામાં મંગળવારે મુંબઇમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ મીટમાં બોલીવુડના ઘણા ફેમસ સેલેબ્સે રંગ જમાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here