મલેક યસદાની, ભરૂચ
7043265606
નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે સમગ્ર જિલ્લામાં તારાજી સર્જી છે, ત્યારે પુર ગ્રસ્ત વિસ્તારીમાં સર્વે કરી સો ટકા વળતરની માંગ સૌ કોઈ કરી રહ્યાં છે. ત્યારે ઝઘડિયા તાલુકાના જુની તરસાલી ગામની મહિલાએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “કર્મચારીઓ સર્વે તો કરી જાય છે પણ કોઈ સહાય મળતી નથી”
ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર અબ્દુલ ભાઈ કામથી અને તેમની ટીમ શુક્રવારે પુર પીડિતોની સહાય માટે પોહચ્યા હતા, ત્યારે એમની ટીમના એક સામાજિક કાર્યકર મહિલાને ગામની પરિસ્થિતી વિશય પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા છોકરાના પાઠ્ય પુસ્તકો અને નોટ બુક પુરના પાણીમાં ખરાબ થઈ ગયા છે, તો શિક્ષણ કીટ આપો. મહિલાને તંત્ર પાસેથી શું અપેક્ષા છે..? એવું પૂછતાં મહિલાએ જણાવ્યું “સર્વે તો કરી જાય છે પણ, સહાય મળતી નથી” એવું કહી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.