Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સરખેજ વિસ્તારમાં FSLની તપાસમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનો થયો ખુલાસો

અમદાવાદ, તા.૦૬
ચોમાસાની સિઝન દરમિયાન અનેક ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે એટલું જ નહીં અનેક જગ્યા મોટી કંપનીઓ કેમિકલ યુક્ત પાણીની લાઈનો પસાર થતી હોય છે તેમજ કેમિકલ યુક્ત પાણી સીધી નદીઓમાં ઠાલવવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેમજ કેટલા કિસ્સાઓમાં કેમિકલવાળું પાણી સીધું ભુગર્ભમાં ઉતારી દેવાના પણ બનાવો સામે આવતા હોય છે ત્યારે સરખેજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી ભેળસેળવાળું આવતા અનેક ફરિયાદો ઉઠી રહી છે. સરખેજમાં અંદાજિત ૪૦૦ જેટલા ઘરોમાં દૂષિત પાણી આવતું હોવાનું મનાઈ રહ્યું છે તેમજ દુષિત પાણીમાંથી ગંધ પણ આવતી હોવાથી સ્થાનિકમાં રોષ જાેવા મળી રહ્યો છે.

તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતા તંત્ર દ્વારા કોઈ પણ વાત ધ્યાને લેવામાં આવતી નથી. વરસાદની સિઝનમાં પાણીની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં દારૂની ભેળસેળવાળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે જાે કે તંત્રએ સમગ્ર મામલે તપાસ કરતા પાણીમાં દારૂ નહીં પણ પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનું ખુલાસો થયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *