નવી દિલ્હી,તા.૦૨

કોરોના મહામારી સમયે સરકાર દ્વારા ગરીબોને ફ્રીમાં રાશન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જાે કે, કેટલાક અયોગ્ય લોકો સરકાર તરફથી આપવામાં આવતા ફ્રી રાશનનો ફાયદો ઉઠાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને સરકારે કેટલાક નિયમો જાહેર કર્યા છે. જાે તમે પણ રાશન કાર્ડ હોલ્ડર છો તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી છે.

જે રાશન કાર્ડ હોલ્ડર પાસે પોતાની આવકમાંથી લીધેલો ૧૦૦ ચોરસ મીટરનો પ્લોટ/ ફ્લેટ અથવા મકાન, ફોર વ્હીલર/ ટ્રેક્ટર, હથિયાર લાયસન્સ, ગામમાં બે લાખ અને શહેરમાં ત્રણ લાખથી વધુ પરિવારની વાર્ષિક આવક છે તો આવા લોકોએ તેમનું રાશન કાર્ડ તહસીલ અને ડીએસઓ કાર્યાલયમાં જઈ કાર્ડ રદ કરાવવાનું રહેશે. ફ્રી રાશનનો લાભ ઉઠાવી રહેલા અયોગ્ય લોકો જાતે જઇ તેમનું રાશન કાર્ડ રદ કરાવે તેવી સરકારે અપીલ કરી છે. જાે ફૂડ વિભાગ દ્વારા વેરિફિકેનશ દરમિયાન અયોગ્ય કાર્ડ હોલ્ડર દ્વારા રાશન કાર્ડ રદ કરાવવામાં આવેલું નહીં હોય તો તેમનું કાર્ડ રદ કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જાે કોઈ રાશન કાર્ડ હોલ્ડર તેમનું કાર્ડ જમાં કરાવતા નથી તો સરકારના નિયમ અનુસાર આવા લોકોનું કાર્ડ તપાસ બાદ રદ કરવામાં આવશે. સાથે જ તેમના પરિવાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. એટલું જ નહીં આવા લોકો જ્યારથી રાશન લઈ રહ્યા છે, ત્યારથી રાશનની વસૂલી પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here