અબરાર અલ્વી

ગાંધીનગર,તા.4

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હવે ધીમેધીમે કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આજથી હવે રાજ્યના 36 શહેરોમાં પણ જાહેર જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, એટલે કે તમામ વેપાર ધંધા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીની પરમિશન મળી ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે આજે એક મોટા નિર્ણય લીધા છે. જેમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં સોમવારથી તમામ ઓફિસો ખુલવા જઈ રહી છે. રાજ્ય સરકારની સરકારી અને ખાનગી કચેરીઓ હવે 100% સ્ટાફ સાથે ખુલશે. રાજ્ય સરકારે આગામી 48 કલાકમાં જ નિયમમાં ફેરફાર કર્યો છે. ઓફિસોમા 100% સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે એટલે હવે આવતીકાલે સરકારી કચેરીઓ કાર્યરત રહેશે.

રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here