(અબરાર એહમદ અલવી)

અમદાવાદ, તા.૨૫

જીવ કોઈનો પણ હોય તે ખુબજ મહત્વનો હોય છે તે પ્રાણીનો હોય કે મનુષ્યનો બસ આજ ભાવના સાથે
“શ્રી સંત શિરોમણી રોહીદાસ જીવદયા ટ્રસ્ટ” દ્રારા વિસલપુલ ગામ ખાતે બીમાર પશુ પક્ષી માટે પોણા સાથ લાખ રૂપિયાના ખર્ચે અનીમલ હોસ્પિટલ બનાવવામાં આવશે.

આ નવી હોસ્પિટલ બનાવવામાં આશરે સાત લાખ જેટલો ખર્ચો આવશે. આ ઉમદા કાર્ય માટે શુક્રવારે હોસ્પિટલની જમીનનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્જયું હતું. આ ખાતમુહૂર્તમાં “શ્રી સંત શિરોમણી રોહીદાસ જીવદયા ટ્રસ્ટ”ના જગદીશ ભાઇ પરવીણ ભાઇ, નીખીલ ભાઈ જૈન અને અન્ય ટ્રસટીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આ હોસ્પિટલને રખડતા, બીમાર, લંગડા અબોલ પશુઓ માટે સર્જરી રૂમ ઓપીડી સહિતની સુવિધાઓથી સજજ કરાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here