શ્રીલંકા,
શ્રીલંકાના હેલ્થ પ્રોગ્રામ બ્યુરોના ડાયરેક્ટરે કહ્યુ કે અત્યાર સુધી ૫૫૦૦ પ્રેગનેટ મહિલાઓ કોરોના સંક્રમિત થઈ ચૂકી છે. જેમાં ૭૦%નું રસીકરણ પૂરૂ થઈ ગયુ છે. એક્સપર્ટે ગર્ભવતી મહિલાઓને વેક્સિન લેવાની સલાહ આપી છે. અહીં ઓગસ્ટ બાદથી લોકડાઉન નિયમોમાં ઘણી છૂટ આપવામાં આવી છે. જેને સરકાર હવે જલ્દી ખતમ કરી શકે છે. Healthના એક્સપર્ટે ઓક્ટોબરની શરૂઆત સુધી કડક પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કારણે મહિલાઓને આવી જ સલાહ આપવામાં આવી હતી.
શ્રીલંકામાં કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટના કારણે મચેલા કોહરામના કારણે નવ પરિણીત મહિલાઓને કેટલાક સમય માટે પ્રેગનેન્સી ટાળવાની અપીલ કરી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટસ અનુસાર અહીં છેલ્લા કેટલાક મહિનામાં લગભગ ૪૦ પ્રેગનેટ મહિલાઓના મોત બાદ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સલાહ આપવામાં આવી હતી. સરકારી સલાહ પર કેટલોક વિવાદ પણ થયો જે બાદ દેશની પ્રાથમિક સ્વાસ્થ્ય સારસંભાળ, મહામારી અને કોવિડ રોગ નિયંત્રણ મંત્રી ડૉ. સુદર્શની ફર્નાંડોપુલેએ કહ્યુ કે દેશમાં કોરોનાને રોકવા માટે બનાવાયેલી એક્સપર્ટ કમિટીની સલાહ પર આ વાત પબ્લિક ડોમેનમાં પહોંચાડવામાં આવી હતી. આ સલાહમાં બાળક અને માતા બંનેની સુરક્ષા માટે મહિલાઓને એક વર્ષ સુધી પ્રેગનન્સી રોકવાની વાત કહેવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે કોરોનાનુ આ વેરિઅન્ટ શરૂઆતી વાયરસથી વધારે ઘાતક છે અને ઝડપથી ફેલાય છે. સરકારના હેલ્થ પ્રોગ્રામ બ્યુરોના ડાયરેક્ટર એ કહ્યુ કે સામાન્ય સ્થિતિઓમાં દેશમાં દર વર્ષે લગભગ ૧૦૦ પ્રેગનેટ મહિલાઓના મોત થાય છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતથી અત્યાર સુધી લગભગ ૪૧ પ્રેગનેટ મહિલાઓના મોત નીપજ્યા છે. હેલ્થ એક્સપર્ટનુ કહેવુ છે કે અમે ન્યૂલી મેરિડ કપલ્સ અને બાકી લોકોને સલાહ આપી રહ્યા છે કે ઓછામાં ઓછુ એક વર્ષ માટે કોવિડ-૧૯ના જાેખમના કારણે પરિવાર નિયોજનની રીતનો ઉપયોગ કરે.