(અબરાર અલ્વી)

આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)ના પિતાનું નામ હઝરત ફાહુલ્લાહ અને માતાનું નામ ખુબબીબી છે. શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ) ગુજરાતના પ્રખ્યાત સુફી સંત હઝરત શાહ વઝીહોદીન ગુજરાતી (ર.હ)ના પિતરાઇ ભાઇ હતા આપનો વંશીય સિલસિલો હઝરત ઇમામ હુસેન (ર.દિ) સુધી પહોંચે છે. આપ હમેશા બુરકા પહરિને જ રેહતાં હતા. શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ પોતાના કેટલાક ખાદિમો સાથે હજ અર્થે ગયા હતા આ હજના સફરમાં આપની પુત્રી ઉમ્મુલ હબીબ પણ આપની સાથે જ હતા સફરમા જ આપની પુત્રીની વફાત થઇ. આ સફર દરમ્યાન જ શેખ અતા મોંહંમ્મદ (ર.હ)ને આપના ચહેરા પર બુર્કો નાખવાનું ઇલાહી તરફથી (ઇલહામ) સુચન થયું હતુ અને આપે ચેહરા પર બુર્કો નાખી દીધો. એ દિવસથી આપ બુર્કાપોશ તરીકે ઓળખાયા. બુરખો નાખવાનો કારણ આપતા શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)એ ફરમાવ્યું મને હુકમ કરવામાં આવ્યું કે ખુદા તમારી ઉપર આશીક છે આથી તમારા ચેહરા ઉપર બુર્કો નાખો જો તમે અમારી આજ્ઞા વિરુદ્ધ વર્તશો અને બુરખો નહી પહેરો તો અમે તામારા ચેહરામાં ફેરફાર કરી દઇશું. આ સૂચનનું પાલન કરવા આપે બુર્કો પહેરવાનું શરૂ કર્યો. ખઝીનતુલ ઔલિયા નામની કિતાબ(પુસ્તક)માં છે કે આપ કામીલ વલી હતા. આપે હઝરત શાહ વઝીહોદીન ગુજરાતી (ર.હ)ની પાસેથી પણ રૂહાની ફૈઝ મેળવ્યો હતો. ઇસ્લામી મહિના રબ્બીઉલ આખીરની 22મી તારીખએ આપનો વિસાલ થયો હતો. શાહપુર સરકીવાડ વિસ્તારમાં બુર્કાપોશ મસ્જિદમાં આપનો મજાર આવેલ છે. આપના મજાર ઉપર અકીદતમંદ લોકો આવીને દુઆ કરે છે અને પોતાની ખાલી ઝોલી ભરી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here