અમદાવાદ,તા.૧૦

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલ ફૂટ ઓવર બ્રીજની તસ્વીરો ફેસબુક પર શેર કરીને લખ્યું કે, શું તમે બધા અમદાવાદને સૌથી અનોખી રીતે જોવા માટે તૈયાર છો. ફૂટ ઓવરબ્રિજ આપણા સાબરમતી રિવરફ્રન્ટની નવી ઓળખ બનશે. માત્ર એક ઓળખ જ નહીં પરંતુ પરિવાર સાથેની કેટલીક સુંદર ક્ષણોને માણવાનું સ્થળ, આપણા અમદાવાદને વ્હાલવાનું સ્થળ, વિકાસની અનુભૂતિને વળગી રહેવાનું સ્થળ.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક પર ફૂટ ઓવર બ્રીજની આ તસ્વીરો શેર કરી હતી જેથી ટૂંક સમયમાં ફૂટ ઓવર બ્રીજનો ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here