આ નેમપ્લેટ હિરાજડીત છે અને તેની કિંમત ૨૫ લાખ રૂપિયા છે.

મુંબઈ,તા.૨૮

શાહરૂખ ખાનનાં બંગલા મન્નતની નેમપ્લેટ (Name Plate) ગત મહિને જ બદલાવામાં આવી હતી અને ત્યારથી જ શાહરૂખ ખાનનો બંગલો ચર્ચામાં હતો અને ફરી એક વખત શાહરૂખ ખાનનો બંગલો અને તેની નેમપ્લેટ ચર્ચામાં છે. કારણ છે, આ નેમપ્લેટ ગૂમ છે. આ નેમપ્લેટ હિરાજડીત હતી અને તેની કિંમત ૨૫ લાખ રૂપિયા છે.

આવું ક્યારેય નથી બન્યું કે શાહરૂખ ખાનનાં બંગ્લા ‘મન્નત’ પાસે જઇએ અને તેનું નામ વાંચવા ન મળે. પણ આવું પહેલી વખત બન્યું છે. મન્નતની નવી અને કીમતી નેમ પ્લેટમાંથી એક ડાયમંડ નીકળી ગયો હતો, જેને કારણે એને રિપેરિંગ કરવા માટે કાઢવામાં આવી છે. એ શાહરુખના ઘરમાં જ છે. તેને રિપેર કર્યા બાદ ટુંક સમયમાં ફરીથી લગાવવામાં આવશે. નેમપ્લેટ મિસિંગ થવાને કારણે શાહરુખના દરવાજે આવીને ફોટો પડાવતાં ફેન્સ નિરાશ થઇને પાછા ફરી જાય છે.

શાહરુખની પત્ની ગૌરી ખાનના સુપરવિઝનમાં આ નેમપ્લેટને તૈયાર કરવામાં આવી હતી, જે એક ઈન્ટીરિયર-ડિઝાઈનર છે. ગૌરી ઈચ્છતી હતી કે તેના ઘરની નેમપ્લેટ કંઈક અલગ હોય. રિપોર્ટમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌરીને તેના બંગલા માટે કંઈક ક્લાસિક જાેઈતું હતું, જે તેની ફેમિલીના સ્ટાન્ડર્ડને મેચ કરી શકે, તેથી તેણે આ નેમપ્લેટ પસંદ કરી. એની કિંમત લગભગ ૨૫ લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here