મુંબઈ,તા.૪
શાહરુખ ખાનના ચાહકોએ એક્ટરનો લુકઅલાઈક સો.મીડિયામાં શોધ્યો છે. ઈબ્રાહિમ કાદરી બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન જેવો જ લાગે છે. ઈબ્રાહિમનું સો.મીડિયા જાેવામાં આવે તો તેની અનેક તસવીરો શાહરુખ ખાન સાથે ખાસ્સી મળતી આવે છે.
ઈબ્રાહિમ શાહરુખના ગેટઅપમાં તસવીરો અવાર-નવાર શૅર કરતો હોય છે. આટલું જ નહીં તેણે શાહરુખનની ફિલ્મ ‘રઈસ’ તથા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના સીન ક્રિએટ કરતો હોય છે. તેણે શાહરુખની જેમ લાંબા વાળ, દાઢી તથા મૂછ રાખી છે.
ઈબ્રાહિમની તસવીરો પર અનેક યુઝર્સ કમેન્ટ્સ કરતાં હોય છે, જેમાં કેટલાંક યુઝર્સ કમેન્ટ કરી હતી, ‘મને મારી આંખો પર વિશ્વાસ જ નથી થતો.’ તો કેટલાંકે કહ્યું હતું, ‘યાર ક્યારેક કન્ફ્યૂઝન થઈ જાય છે અને પછી આઈડી ચેક કરવું પડે છે.’ અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘આ કઈ રીતે શક્ય છે…રિયલી…’
થોડાં વર્ષ અગાઉ ચાહકોએ જાેર્ડનમાં શાહરુખ ખાનનો ડુપ્લીકેટ શોધી કાઢ્યો હતો. આ ડુપ્લીકેટનું નામ અક્રમ અલ ઈસાવી છે અને તે ફોટોગ્રાફર છે. ૨૦૧૭માં જમ્મુ કાશ્મીરનો હૈદર મકબૂલની તસવીરો પણ શાહરુખ ખાનના ડુપ્લીકેટ તરીકે વાઈરલ થઈ હતી.
શાહરુખ ખાન છેલ્લે ૨૦૧૮માં ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. આનંદ એલ રાયની આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. ફિલ્મમાં અનુષ્કા શર્મા તથા કેટરીના કૈફ હતા. હાલમાં શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ ‘પઠાન’માં કામ કરી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા તથા જ્હોન અબ્રાહમ છે. આ ફિલ્મમાં સલમાનનો કેમિયો હોવાની પણ ચર્ચા છે. જાે કે, હજી સુધી શાહરુખ કે યશરાજ બેનરે આ ફિલ્મ અંગે ઓફિશિયલ પૃષ્ટિ કરી નથી.