શહેરામાં ૭ વર્ષની બાળકી પર પિતરાઇએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી

0

વડોદરા,તા.૫
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં કુટુંબી પિતરાઇએ ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરા તાલુકાના એક ગામમાં ૧ ઓગસ્ટ રવિવારના રોજ સવારે પતિ અને પત્ની રોજકામ માટે બહાર ગયા હતા અને તેઓના સંતાનો ઘરે હતા, ત્યારે બપોરના સમયે તેમના ફળિયામાં જ રહેતો ૨૪ વર્ષીય રમેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને ૭ વર્ષીય પોતાની કુટુંબી પિતરાઇ બહેનને જણાવ્યું હતું કે, ચાલ મારા ઘરે ખાતર મૂકવાનું છે, આથી બાળ સહજ ૭ વર્ષીય બાળકી તેની સાથે ચાલી નીકળી હતી. ઘરમાં એકાંતમાં કુટુંબી પિતરાઇ રમેશ વાસનાનો કીડો સળવળતાં ફૂલ જેવી બાળકીને પિંખી નાખીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને ૧૦ રૂપિયા આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાંજે ૫ વાગ્યે તેણીની માતા આવતા ફૂલ જેવી બાળકી ખાટલામાં કણસતી ગોદડી ઓઢીને સૂતી હતી. જેથી બીજી દીકરીને પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે બહેનને ગુપ્ત ભાગેથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે, જેથી ગોદડી હટાવી જાેતા રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આવું થવાનું કારણ પૂછતાં ડરી ગયેલી બાળકીએ ધ્રુજતા અવાજે બનેલી ઘટનાની પૂરી કેફિયત રજૂ કરી હતી જે સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બાળકીને સૌ પ્રથમ શહેરા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ચકચારી ઘટનાને પગલે ખોબલા જેવા ગામમાં અને પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પોલીસે બનાવની ગંભીરતા જાેતા ગણતરીના કલાકોમાં જ બળાત્કારી આરોપી રમેશને ઝડપી પાડી કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી બાદ ધરપકડ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here