હંમેશા ધમધમતા અમદાવાદમાં ફરી એકવાર સન્નાટો છવાયો, વેપારી વર્ગમાં મોટા નુકસાનનો ભય.

અમદાવાદ શહેર સહિત ગુજરાતના 29 જેટલા શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરી એકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી વર્ગ લોકડાઉનના નિયમોનું પાલન તો કરી રહ્યા છે પરંતુ તેમને ચિંતા છે કે પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધંધામાં થયેલા નુકસાનની રિકવરી થવામાં વાર લાગશે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્ના જણાવે છે કે, પ્રથમ લૉકડાઉન પછી લોકોની માંગને કારણે ઠપ્પ થયેલા વેપારને ઉભા કરવામાં ઘણી મદદ મળી હતી. પરંતુ આ વર્ષે કદાચ વેપારીઓએ વધારે નુકસાન ઉઠાવવું પડે. અત્યારે લોકોમાં ભયનો માહોલ છે, કારણકે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ જરૂરી વસ્તુઓની તંગી પણ વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here