શર્મનાક : દાણીલીમડામાં સસરાએ પુત્રવધુ સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો

0

અમદાવાદ,તા.૩૦
શહેરમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર સસરાએ ખૂદ પોતાના જ દીકરાની પત્ની પર નજર બગાડી હતી અને દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને ધમકાવીને પરાણે સંબંધો બાંધ્યા હતા. જાેકે, બે મહિના સુધી હવસનો શિકાર બન્યા પછી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસનું શરણ લીધું છે.

શહેરના દાણીલીમડામાં સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હવસખોર સસરો છેલ્લા ૨ મહિનાથી પુત્રવધૂ પર બળાત્કાર આચરતો હતો. પુત્ર ઘરે ના હોય ત્યારે ધાકધમકી આપી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. પરિણીતાએ દાણીલીમડા પોલીસમાં સસરા સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here