અમદાવાદ,

અમદાવાદમાં પતિ પત્ની વચ્ચેના ઝગડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. પતિ પત્ની વચ્ચેની નાની નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ કરીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી રહી છે.

શહેરમાં વટવા વિસ્તારમાં લવ મેરેજ કરીને ત્રણ સંતાનો સાથે રહેતાં દંપતિ વચ્ચે વારંવાર ઝગડાં થયા કરતાં હતાં. આ પતિએ પત્નીનું સાડી વળે ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં મૃતક મહિલાનો પુત્ર ઘરે દોડી આવ્યો હતો અને વટવા પોલીસને ઘટનાની જાણ કરી હતી. વટવા પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પુત્ર ઘરે આવીને જાેતા તેના પિતા સલીમ ભાઈ તેમની પત્નીને સાડી વડે ગળે ફાંસો આપી રહ્યા હતા જેથી તાત્કાલિક તેના પિતાને ધક્કો મારીને દૂર કર્યા હતા તેની માતાના કાન અને નાકમાંથી લોહી નીકળતું હતું તેઓને હોસ્પિટલમાં લઇ જવા ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બાબતે શાહરુખે તેના પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તારી માતા ફોન પર બીજા કોઈ સાથે વાત કરતી હતી. જેથી ગુસ્સામાં આવી બોલાચાલી અને ઝઘડો કરી તેની હત્યા કરી નાખી હતી. આ બાબતે વટવા પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી અને સલીમભાઈની સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા મકાનમાં સલીમભાઈ શેખ તેમના બે પુત્ર, એક પુત્રી અને પત્ની સાથે રહે છે. સલીમભાઈ પોતે ડુંગળી બટાકા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. સલીમભાઈએ તેમની પત્ની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બે દિવસ પહેલા રાત્રે ઘરમાં સલીમભાઈ અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની જાણ પાડોશીએ તેમના પુત્રને ફોન કરીને હતી તેથી પુત્ર તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here