વ્યાજખોરોના ત્રાસથી AMCના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી

0

અમદાવાદ,તા.૫
અમદાવાદમાં ફરી વ્યાજ ખોરીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે એએમસીના કર્માચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સરદારનગરમાં રહેતા અશોક યાદવ નામનો કોર્પોરેશનનો કર્મચારી વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરી શકતા તેને અંતિમ પગલું ભર્યું છે.

મહત્વનું છે કે વ્યાજખોર અશોક યાદવ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા જેથી કંટાળીને કર્મચારીએ જીવન ટુંકાવ્યું છે. અશોક યાદવ દરિયાપુરમાં AMC ઓફિસ રોડ ખાતામાં સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને વ્યાજખોરો સામે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે અવાર નવાર વ્યાજખોરીના કારણે આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો જે જેમાં પઠાણી ઉઘરાણી કરાતા એએમસીના કર્મચારીએ મોતને વાહલું કર્યું છે. અગાઉ પણ વ્યાજખોરીને લીધે અનેક લોકોને આપઘાત કર્યા હોવાનું સામે આવી ચુક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here