મિઝોરમ
કોરોનાકાળ દરરોજ નવા-નવા અનુભવ કરાવી રહ્યો છે. ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવમાં અનેક ઘટનાઓ જોઈ અને હજી થર્ડ વેવ બાકી છે. તાજેતરમાં મિઝોરમના પાટનગર આઇઝોલના બૉન્ગકાંગ વિસ્તારના એક રહેવાસીએ ઍમ્બ્યુલન્સની રાહ ન જોવી પડે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કોરોનાગ્રસ્ત પત્નીને ક્વૉરન્ટીન સેન્ટરમાં પહોંચાડી શકાય એ માટે નવી તરકીબ કરી હતી. તે પોતાની જીપની પાછળ ટ્રેલર જોડીને એમાં પત્નીને બેસાડીને ક્વૉરન્ટીન સેન્ટર લઈ ગયો હતો.
ટ્રેલરમાં તેણે ખુરસી રાખીને એના પર પત્નીને બેસાડી હતી. ત્યાર પછી પતિએ ડ્રાઇવરની સીટ પર ગોઠવાઈને ડ્રાઇવિંગ કર્યું હતું. વિડિયોમાં જોવા મળે છે કે ટ્રેલરમાંથી પત્ની હાથ હલાવીને સગાં-પાડોશીઓને ‘બાય-બાય’ કરી રહી છે.