ભોપાલ,તા.૦૭
આ ઘટના મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના દામોહ જિલ્લાની છે. અહીંના બાનિયા ગામમાં વરસાદ લાવવા માટે ગામની જ છ સગીર વયની યુવતીઓને નગ્ન કરવામાં આવી હતી અને બાદમાં તેમની પાસેથી ગામમાં લોટ, શાકભાજી, કઠોળ વગેરેની ભીખ મગાવવામાં આવી હતી. યુવતીઓએ દરેક ઘરે જઇને આ વસ્તુઓ એકઠી કરી હતી. બાદમાં આ વસ્તુઓને ગામના ભંડારામાં આપી દેવાઇ હતી, જેનું ભોજન તૈયાર કરીને ગામના લોકોએ આરોગ્યું હતું.
વરસાદના દેવને પ્રભાવિત કરવા અને દુષ્કાળ દુર કરવા માટે આ વીધી કરવામાં આવી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો હતો. આ ઘટનાની જાણ રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ કમિશનને થતા સ્થાનિક જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ માગ્યો હતો. હાલ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે અને જે પણ સામે આવે તેનો રિપોર્ટ સોપી દેવામાં આવશે તેમ સ્પષ્ટતા કરી છે. મધ્ય પ્રદેશના એક ગામમાં છ સગીરાઓને નગ્ન કરીને ભીક્ષા માગવા માટે મજબુર કરવામાં આવી હતી. અહીં વરસાદની અછત હોવાથી અંધવિશ્વાસમાં આવી ગયેલા ગ્રામજનોએ યુવતીઓને નગ્ન કરીને ગામમાં ફેરવી હતી. ગ્રામજનોનો દાવો છે કે આમ કરવાથી ઇંદ્રદેવ ખુશ થશે અને વરસાદ પડશે.