(અબરાર અલ્વી)
આપની દરગાહ અમદાવાદ ખાતે પાનકોરનાકા વિસ્તારમાં આવેલી છે. આપના નામ પરથી પીર મોહમ્મદ શાહ રોડ નામ રાખવામાં આવ્યો છે. આપ ખુબ જ સારા લેખક અને સંપાદક પણ હતા. આપની દરગાહના સંકુલમા જ પુસ્તકાલય આવેલું છે. આ પુસ્તકાલયમાં અરબી, ફારસી, ઉર્દુ, હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશીત થયેલા પુસ્તકો છે. પ્રોફેસર સૈયદ મોલાના અબુલ હસન નદવીએ આપની સીરત વિગતો સાથે લખેલી છે.

હઝરત સૈયદ પીર મોહમ્મદ શાહ(ર.હ)નું નામ મોંહમ્મદ છે આપ પીર મુહમ્મદ શાહના નામથી લોકોમાં પ્રખ્યાત છે. આપ બીજાપુર (દખ્ખણ)ના રેહવાસી હતા બીજાપુરમાં જ આપનો જન્મ થયો હતો આપ પોતાના કાકા હઝરત સૈયદ અબ્દુરેહમાન કાદરી (ર.હ)ના મુરીદ બન્યા અને ખીલાફત હાસલ કરી હતી. નાની વયમા જ આપના માતા-પિતાનો વિસાલ થયો હતો આથી આપના કાકા હઝરત સૈયદ અબ્દુરેહમાન કાદરી (ર.હ)એ આપનો ઉચ્છેર કર્યો. હઝરત પીર મુહમ્મદ શાહ (ર.હ) હાફિઝે કુર્આન હતાં. આપ 20 વર્ષની વયે અમદાવાદમાં આવીને સ્થાઇ થયા હતા. હઝરત શાહ વઝીહોદ્દીન અલવી (ર.હ.) જોડે પણ આપે મુલાકાત કરી હતી. આપ અમદાવાદની જામા મસ્જીદમાં મુકીમ થયા હતા હંમેશા આપ એકાંતમાં રેહતા હતા. આપ મોટા ભાગે વજદના આલમમાં રેહતા હતા જેના કારણે આપ ઘણા દિવસો સુધી બેહોશ રેહતા હતા. હઝરત પીર મુહમ્મદ શાહ (ર.હ)ના અનુયાઇઓ વારંવાર આપ પર પાણી નાંખતા હતા. શીફતે જલાલ આપની ઉપર રેહતી હતી આજ હાલતમાં ઇસ 1749માં 63 વર્ષની વયે આપે વિસાલ ફરમાવ્યો.

એક વખત અમદાવાદ શહેરમાં (વબા)બીમારી “પ્લેગ” ફાટી નીકળ્યો બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા. હઝરત પીર મુહમ્મદ શાહ (ર.હ) દરગાહ શરિફની સામે એક હિન્દુ ભાઈ રહેતો હતો તેની પુત્રી પણ આ (વબા)બીમારીમાં સપડાઇ ગઈ. તે બિચારો પોતાની એક જ પુત્રીની બીમારીથી દિલગીર થઈ જીવનથી નિરાશ થઈ ગયો. તે ઘણા દિવસથી પોતાની દીકરીની સેવા કરતાં કરતાં કંટાળી અને થાકી ગયો હતો તેથી ઍક રાત્રે તે નિદ્રાવશ થયો. આખી ગલીમાં કોઈ ન હતું મોડી રાતે તેણે કુતરાઓનું ભસવું સાંભળ્યું તેથી તેની આંખ ખૂલી ગઈ. તેણે વિચાર કર્યો કે કુતરા કેમ ભસે છે. તેનું કારણ શોધવા માટે તે પોતાની જગ્યાથી ઊઠીને બારી આગળ આવી સડક પર જોવા લાગ્યો. તેણે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયો. તેનું કેહવું છે કે “મે મારી નારી આંખે દરગાહ શરિફમાંથી એક પવિત્ર, સફેદ નૂરાની શકલના માણસને નીકળતા જોયા. તે પવિત્ર પુરુષ એક બીજા બીહામણા પુરુષને પોતાની બાથમાં લઈ બહાર કાઢતા હતા. તે બીહામણા પુરુષને જોઈ કુતરા ભસતા હતા. આ પવિત્ર પુરુષે તે બીહામણા પુરુષને બળજબરીથી ત્યાંથી કાઢી મૂક્યો અને પછી સડક પરથી પણ તેને હાંકી કાઢ્યો. પછી તે પવિત્ર પુરુષ દરગાહમાં જતાં રહ્યા અને તે કદરૂપો પુરુષ સડક પર દોડી નાસી જતો હતો. તેને જોઈને કુતરા ભસતા હતા.” હૂઁ ઘણો ગભરાઈ ગયો અને મે તરત જ બારી બંધ કરી દીધી અને મારી બીમાર પુત્રી પાસે જઇ બેસી ગયો. ઘણા વખત સુધી મે કુતરાનું ભસવું સાંભળ્યું અને પછી તે ધીમું પડી ગયું. બીજા દિવસે સવારમાં મારી પુત્રીની બીમારી દૂર થઈ ગયા બાદ ફળિયામાં કોઈપણ માણસ બીમાર ન પડ્યો. તેમજ આ બીમારીથી મરી પણ ન ગયો. મને ઘણું આશ્ચર્ય લાગ્યું. હૂઁ દરગાહ શરિફમાં ગયો અને મે તે પવિત્ર પુરુષ વિષે પૂછપરછ કરી તો દરગાહમાં જે માણસો હતા તેમણે કહ્યું કે, આવી શકલનો કોઈ માણસ અહીં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here