વધુ 24 ભાષાઓમાં શરૂ થઈ ગુગલ ટ્રાન્સલેશનની સુવિધા, સંસ્કૃત સહિત 7 ભારતીય ભાષા સામેલ

0

(અબરાર એહમદ અલવી)

ન્યુ દિલ્હી,તા.૧૩

ગુગલ દ્વારા સંસ્કૃત સહિત, 8 ભારતીય ભાષાઓને ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate)માં સામેલ કરવામાં આવી છે. સંસ્કૃત ઉપરાંત અસમિયા, ડોંગરી, કોંકણી, મૈથિલી, મિઝો અને મણિપુરીને ગૂગલ અનુવાદમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે ગુગલ અનુવાદમાં ઉપલબ્ધ ભારતીય ભાષાઓની સંખ્યા 19 થઇ છે.

ગુગલનું આ પગલું ભારતના વધતા સોફ્ટ પાવરનું પ્રતિક છે. સંસ્કૃત એ ગુગલના અનુવાદમાં પહેલા નંબરે છે તેમ ગુગલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગૂગલે 11મેથી પોતાના ટ્રાન્સલેશન ટૂલમાં સાત ભારતીય ભાષાઓ સાથે 24 નવી ભાષાઓનો ઉમેરો કર્યો છે. જેમાં મૈથિલી, ભોજપુરી, સંસ્કૃત, આસામી, કોંકણી, મૈતેઇ-લોન(મણિપુરી) અને મિઝોનો સમાવેશ થાય છે. હવે અનુવાદ સાધન વિશ્વની 157 ભાષાઓમાં ભાષાંતર કરી શકે છે. આ પહેલા આ સંખ્યા 133 હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here