વધુ એક આઇશા જેવી ઘટનાનું પુનરાવર્તન થતું SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકીના સ્ટાફે અટકાવ્યું

0

અમદાવાદ, તા.22
અમદાવાદના સુભાષ બ્રીજ પર વધુ એક આઇશા જેવી ઘટના બનતા SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી સોંલકી અને તેમના સ્ટાફની સતર્કતાના કારણે અટકી છે. બનાવની વિગત એવી છે કે બપોરે ત્રણ વાગેના સુમારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકી અને તેમનો સ્ટાફ સરકારી કામ અર્થે ગાંધીનગર જઇ રહ્યા હતા રસ્તામાં તેમણે સુભાષ બ્રીજ પરની જાળી પર એક મહિલાને ચડેલી જોઇ હતી. ઘટનાની ગંભીરતા જોઇને એસીપી બી.સી સોંલકી અને તેમના સ્ટાફે મહિલાને આત્મહત્યા કરતા રોકી લીધી હતી. મહિલાને આત્માહત્યાનું કારણ પુછતાં મહિલાએ સાસુના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. મહિલા વટવા વિસ્તારની રેહવાસી હોવાનું જાણવા મળ્યું છે. વધુ એક આઇશા જેવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવિને SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકી અને તેમના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here