વડોદરામાં રોમિયોએ સિવિલ ડ્રેસમાં રોડ પર ઉભેલી મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી

0

મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતો રોમિયો પોલીસના છટકામાં ઝડપાઇ ગયો

વડોદરા,તા.૩૦
શહેરના વાડી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોની વોચમાં ઉભેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની સાથે જ છેડતી થઈ હોવાની ઘટના પ્રકાશમા આવી છે જાેકે, પોલીસે રોમિયોને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વાડી પોલીસ સ્ટેશનની શી-ટીમની મહિલા કોન્સ્ટેબલ તેમના સ્ટાફ સાથે સિવિલ ડ્રેસમાં મહિલાઓની છેડતી કરનારા તત્વોની વોચમાં હતા. આ દરમિયાન સામે આવેલી હોસ્પિટલ પાસે એક યુવક ઉભો હતો અને મહિલા કોન્સ્ટેબલને બીભત્સ ઈશારા કરતો હતો. આ જાેતા મહિલા કોન્સ્ટેબલ ત્યાંથી ચાલતા ચાલતા ચોખંડી નાની શાક માર્કેટ પાસે ગયા હતા. દરમિયાન રોમિયો પણ પીછો કરતો કરતો શાક માર્કેટ ગયો હતો, અને મોબાઈલ બતાવી ઇશારા કરતો હતો. મહિલા કોન્સ્ટેબલ રોમિયો પાસે ગયા અને પૂછ્યું કે, ઇશારા કેમ કરે છે? ત્યારે તેણે બિન્દાસ થઈને કહ્યું- ‘તમારો નંબર આપો, આપણે આવતીકાલે મળીશું.’ જેથી પોલીસે રોમિયોગીરી કરતા યુવકને ઝડપીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. ત્યાં લાવ્યા બાદ રોમિયોની પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ અમીન અબ્દુલ કાદર વ્હોરા(રહે, ખત્રીવાડ, હાથીખાના, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. જાહેરમાં સિવિલ ડ્રેસમાં ફરજ બજાવી રહેલ વાડી પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલની છેડતી કરતા રોડ રોમીયો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા પણ વડોદરામાં એક રોમિયોની જાહેરમાં ધોલાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કરજણનો યુવક એક પરિણીતાને ફોન કરીને અશ્લીલ માંગણી કરતો હતો. જેથી પરિણીતાએ સમગ્ર ઘટના અંગે તેના પતિને જાણ કરી હતી. પતિએ પાઠ ભણાવવવા માટે પત્ની પાસે ફોન કરાવી યુવકને મળવા માટે બોલાવ્યો હતો. જ્યારે યુવક પરિણીતાને મળવા પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી અને મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here