(અબરાર એહમદ અલવી)

આ મૃતદેહોને ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનો દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.

વડોદરા,

વડોદરા માટે મંગળવાર ગોઝારો બન્યો છે. ગંભીર અકસ્માત સર્જાયો દરજીપુરા એરફોર્સ પાસે સર્જાયો હતો. જેમાં છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 10 લોકોના છકડામાં દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં છે. આ મૃતદેહોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા છે. આ મૃતદેહોને ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનો દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.

સુરતથી અમદાવાદ જતા કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જતા હતા ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કાર ચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. CM ભુપેન્દ્ર પટેલે વડોદરામાં ટ્રક અને છકડા વચ્ચેની અકસ્માતની ઘટના અંગે દૂખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને રૂ,50 હજારની સહાય જાહેરાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here