લો કર લો વાત..અમદાવાદના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં કુતરાનો જન્મદિવસ ઉજવ્યો

0

(અબરાર એહમદ અલ્વી)

અમદવાદ,

અમદાવાદના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં પાલતુ શ્વાનનો જન્મ દિવસ ઉજવાયો હતો. જેમાં પોતાના સગા સંબંધી મિત્રોને ભેગા કરી મોઢા પર માસ્ક ન પેહરી જરૂરી અંતર ન જાળવી અન્ય વ્યક્તિઓના જીવનને જોખમમાં મૂકી કેક કાપી રાસ ગરબા રમતા હતા. આ પાલતુ કુતરાના જન્મદિવસની ઉજવણીમાં સાત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે.

અત્યારે Covid19 માહમારી કોરોનાકાળમાં નિકોલના મધુવન પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવા બદલ નિકોલ પોલીસે શ્વાનના માલિક ચિરાગ ઊર્ફે ડોગા પટેલ સહિત તેના મીત્ર અને સબંધીઑની ધરપકડ કરી છે. કરોના ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here