ગાંધીનગર, તા.1

ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાનું બિલ રજુ કર્યું હતું. જેને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યારે બીલ રજૂ થયા બાદ આ બીલ અંગે પ્રતિક્રિયા આપતા મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર્તા દાનીશ કુરેશીએ કહ્યું હતુ કે હું આ કાયદાનો વિરોધ કરૂં છું અને યુવાનોને સંવિધાન વાંચવા માટે અપીલ કરું છું જો બંધારણ સમજમાં આવશે તો આવા ગેરબંધારણીય કાયદાઓ તમારા માટે નુકસાનકારક નહી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here