જકાર્તા,

વિશ્વમાં સૌથી વધુ મુસલિમ વસ્તીવાળા દેશ ઈન્ડોનેશિયામાં આ સપ્તાહે નવો કાયદો પાસ થવાની આશા છે. તે હેઠળ લગ્ન બહાર સેક્સ કરનારાઓને એક વર્ષની સજા આપવામાં આવશે. આ સિવાય કાયદામાં મહિલા અને પુરૂષના લિવ-ઇનમાં રહેવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. ડ્રાફ્ટ સાથે જાેડાયેલા એક રાજનેતા બંબાગ વુરિયન્ટોએ કહ્યુ કે, કોડ આ સપ્તાહની શરૂઆતમાં પાસ કરી શકાય છે. જાે આ કાયદો પાસ થાય છે તો ઈન્ડોનેશિયાના નાગરિકો અને વિદેશીઓ પર અલગ-અલગ રીતે લાગૂ થશે.

શું છે નિયમ..તે જાણો

એડલ્ટ્રી માટે સજા ત્યારે પ્રભાવી થઈ શકે છે જ્યારે કોઈ અધિકારીઓની પાસે તેની ફરિયાદ નોંધાવવા જાય. જે પરણેલા છે તેને આ મામલામાં ફરિયાદ દાખલ કરાવવાનો અધિકાર પતિ કે પત્નીને હશે. કુંવારા લોકોના માતા-પિતા બાળકોના સેક્સ કરવા પર ફરિયાદ નોંધાવી શકે છે. લગ્ન પહેલા લિવ-ઇનમાં રહેવું કાયદાકીય રીતે પ્રતિબંધિત થઈ જશે, તે માટે ૬ મહિનાની જેલની સજા ભોગવવી પડશે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે બિઝનેસ સમૂહોએ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે, નવા નિયમોને કારણે ઈન્ડોનેશિયાની છબીને ધક્કો લાગી શકે છે, જેને હોલિડે અને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ઈન્ડોનેશિયાના એમ્પ્લોયર્સ એસોસિએશન (APINDO)ના ડેપ્યુટી ચેરપર્સન શિંટા વિદજાજા સુકમદાનીએ કહ્યુ- બિઝનેસ સેક્ટર માટે આ કાયદો લાગૂ થવો અસ્થિરતા પેદા કરશે અને રોકાણકારો ઈન્ડોનેશિયામાં રોકાણ કરતા પહેલાં ફરી વિચાર કરશે.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૯માં કાયદાનો ડ્રાફ્ટ પાસ થવાનો હતો, પરંતુ હજારો લોકો અને વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજધાની જકાર્તામાં ઘર્ષણ અને હિંસા પણ થઈ હતી. પથ્થરમારો કરનાર લોકોને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો. યૌન સંબંધો અને રિલેશનશિપને લઈને કડક કાયદો ઈન્ડોનેશિયામાં કોઈ નવી વાત નથી. આંચે પ્રાંતમાં કડક મુસ્લિમ કાયદો લાગૂ છે અને સટ્ટો રમવા, દારૂ પીવા અને વિપરીત લિંગને મળનારને સજા આપવામાં આવે છે. ૨૦૨૧માં પાડોશીઓએ સેક્સ કરવા માટે બે પુરૂષોની નિંદા કરી હતી. બંનેને જાહેરમાં ૭૭ ચાબુક મારવામાં આવ્યા હતા. આ દિવસે એક મહિલા અને એક પુરૂષ ઝડપાયા તો તેમને ૨૦-૨૦ કોડા મારવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here