અમદાવાદ,

શહેરમાં એક બાજુ કોરોનાના કેસ ઓછા થયા છે બીજી બાજુ રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસો વધતા શહેરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઑની કતારો બિલ્ડીંગની બહાર પહોંચી છે. અહી આવતા દર્દીઓ અને તેમના સ્વજનો કલાકોના કલાકો સુધી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. વાયરલ, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીના કેસો વધ્યા છે. હોસ્પિટલોમાં અવ્યવસ્થાના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

(અબરાર એહમદ અલ્વી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here