અમદાવાદ,તા.૨૯
રેમડેસિવિર ઇંજેક્શનનું વધુ એક મોટુ કૌભાંડ એસઓજીએ ઝડપ્યું પાડ્યુ છે. ઝાયડ્‌સ બાયોટેક પાર્ક કંપનીમાં નોકરી કરતા કર્મચારી સહિત ૩ની ધરપકડ કરાઈ છે. મિલન સવસવિયા નામના કર્મચારી રેમદેસીવીર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમદેસીવીર ઇંજેક્શન શીશીમાં બનાવી ઉંચા ભાવે વેચવા માટે કાવતરું રચતા હતાં.
એસઓજી ટિમના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એચ.જી. પલ્લચાર્યના માર્ગદર્શન હેઠળ પો.સ. ઈન્સ્પેકટર શ્રી એ.વી. શિયાળીયાની ટીમે બાપુનગરમાં દુકાનમાં રેડ કરીને ૨૪ ઇંજેક્શન જપ્ત કર્યા હતાં. સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરની રેમડેસીવીર ઇંજેક્શન મળી આવ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું કૌભાંડ ઝડપાયું હતું.
એસઓજીએ ઇંજેક્શનને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં મદદ લીધી છે. અમદાવાદથી લઈને છેક વડોદરા સુધી તેમનું નેટવર્ક ફેલાયેલુ હોવાની વાત પણ સામે આવી છે. આ લોકો નકલી ઈંજેક્શન બનાવીને લોકોને પધરાવી દેતા હતા. આ માટે અમદાવાદ વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલમાંથી રેમડેસિવિર ઈંજેક્શનની મોટી હેરાફેરી કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા, સાબરમતી, પાલડી અને વડોદરાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જ્યાં ૩૦૦થી વધુ નકલી ઇંજેક્શનનો જથ્થો પણ જપ્ત કર્યો છે. એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here