રીક્ષા ચાલકે પોતાના જ માણસો સાથે રાખીને રિક્ષામાં બોવ ભીડ છે તેવું જણાવી આગળ પાછળ કરીને પેસેન્જરના ખિસ્સામાથી રોકડા રૂપિયા 31 હજાર સેરવી લીધા

સુરત,

મધ્યપ્રદેશથી સુરત ખરીદી કરવા આવેલ દંપતી સાથે રીક્ષા ચાલકે નજર ચૂકવી રૂપિયા સેરવી લીધા હતા. જે અંગે દંપતીને જાણ થતાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં વરાછા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડી રોકડા રૂપિયા તથા ગુનામાં વપરાયેલ રીક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં રીક્ષા ગેંગ અનેક વિસ્તારોમાં સક્રિય છે જે બહારથી આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડી અને અન્ય વ્યક્તિઓ સાથે રાખીને મુસાફરોના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટે છે આના જેવી અનેક ઘટનાઓ સુરત શહેરમાં બની રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક ઘટના બનતા પોલીસે કાર્યવાહી કરી હતી.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હકીમ નૂર મહમદ પટેલ પોતાની પત્ની સાથે સુરત ખાતે ખરીદી કરવા માટે પોહચ્યા હતા જેઓ વરાછા પારસી પંચાયત ખાતે બસમાંથી ઉતરી રિંગરોડ ખાતે રીક્ષા મારફતે ખરીદી કરવા નીકળ્યા હતા. જો કે તે સમયે રીક્ષા ચાલકે પોતાના જ માણસો સાથે રાખીને રિક્ષામાં બોવ ભીડ છે તેવું જણાવી આગળ પાછળ કરીને ફરિયાદીને ખિસ્સામાથી રોકડા રૂપિયા 31 હજાર સેરવી લીધા હતા. જે બાબતની જાણ નૂર મહમદને થતા તેમણે વરાછા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપી અવેશ ઉર્ફે કાલુ અમીન શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા 31 હજાર અને ગુનામાં વપરાયેલ રીક્ષા કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરિયાદીને સમજણ પાડી કહ્યું હતું કે, જયારે પણ તમે રીક્ષામાં બેસો તો રીક્ષાનું નંબર અચૂક જોઈ લેવાનું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here