અમદાવાદ, તા.12


અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ પર જવાના રસ્તા પર આવેલ રાયખડ દરવાજો પ્રજાના અવર-જવર માટે ખુલ્લા મુકવામાં આવતા રાહતની લાગણી ફેલાઈ ગઇ છે. આ દરવાજો કાળની થપાટ અને ભૂકંપને કારણે ખુબ જ જર્જરીત થઇ ગયો હતો. જેને ઉતારીને ફરીથી બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી પુરાતત્વ વિભાગ દ્વારા આજથી ત્રણેક વર્ષ અગાઉ આ દરવાજાનું રિસ્ટોરેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિણામે ત્રણેક વર્ષથી આ રસ્તો રીવરફ્રન્ટ જવા માટે બંધ કરી દેવાયો હતો. કોરોના કાળ દરમિયાન દરવાજાની રિસ્ટોરેશન કરવાની કામગીરી બંધ પડી હતી. આથી સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ અવાર નવાર રજૂઆત કરી દરવાજાનું કામ શરૂ કરવા માંગણી કરી હતી. દરમિયાન તંત્ર દ્વારા દરવાજાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ હાલ દરવાજાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને પ્રજા માટે આ દરવાજો ખુલ્લો મુકવામાં આવતા રાયખડ, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા તથા આસપાસના વિસ્તારોના લોકોને આ રાયખડ દરવાજાથી રિવરફ્રન્ટ થઈ લાલદરવાજા ખાનપુર, દૂધેશ્વર, શાહીબાગ થઇ એરપોર્ટ સુધી જવા ખૂબજ આસાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here