અમદાવાદ,

રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, અને જુનાગઢમાં હાલમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધી અમલમાં છે. આ રાત્રિ કર્ફ્યુની મુદત તારીખ 20 જુલાઈ, 2021 મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે હવે તારીખ 31 જુલાઈ, 2021 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે ગુજરાતના આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમયગાળો હવે તારીખ 1 ઓગસ્ટ, 2021 સવારે 6 કલાકે પૂર્ણ થશે. કૉર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્ક્સ અને સ્વિમિંગ પૂલ તારીખ 20 જુલાઈ, 2021થી તેની ક્ષમતાના 60 ટકા સાથે અને કોરોના ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.

પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી. બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ, આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. તમામ ડ્રાઈવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો હોય તે અનિવાર્ય રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય નિયમો અને ગૃહ વિભાગ દ્વારા લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો તા. 31મી જુલાઈ-2021 સુધી યથાવત રાખવાની પણ સૂચનાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here