રાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે ૧ વાગ્યા સુધી શેરી ગરબા રમવાની છૂટ આપવા વિચારણા

0

ગાંધીનગર,

રાજયમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયાની કમાણી કરતા હતા અને ગરબાના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોનામાં બંધ થઈ ગયુ છે અને અસ્સલ પહેલાની જેમ શેરી ગરબા અને સ્થાપન પૂજા વગેરે ચાલુ રહેતા બાળકો વર્ષો અગાઉની જૂની પરંપરાથી વાકેફ થયા છે ત્યારે ચાલુ વર્ષે પણ સરકારે કોમર્શિયલ રાસ-ગરબા માટે મંજૂરી આપી નહીં હોવાથી પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય. નોંધનીય છે કે કોરોના પહેલાં પાર્ટી પ્લોટ અને કલબોમાં યોજાતા ગરબા માટે પાસ સિસ્ટમ પણ હતી. ગરબા રસિકો સતત ૯ દિવસના પાસ લઈ લેતા હતા. આ ઉપરાંત આયોજકોને ટીકીટ જાહેરખબર મળતા આવક થતી હતી આ સિવાય નવરાત્રી અગાઉ ખાસ ગરબા કલાસ ચાલતા હતા તેમજ ડીજે, ગાયકો વગરે આખી ચેઇન હતી જે હાલ ઠપ્પ છે.

હાલમાં મોટા શહેરોમાં રાતે ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જો કે જન્માષ્ટમી પર્વમાં સરકારે ૧ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપી હતી તે જોતા નવરાત્રીમાં પણ સોસાયટીઓમાં ગરબા રમવા માટે સરકાર નવરાત્રી દરમિયાન પણ રાતે ૧ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here