રાજકોટ તા. ૧૮
શહેરમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં રક્ષાબંધનના ચાર દિવસ અગાઉ જ સગા ભાઇએ પોતાની બહેનનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ વીડિયો વાયરલ થતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે.

ઘટના અંગે વિગત મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના દ્વારકેશ પાર્ક નંબર ૭ સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા દીપેશ ખીમજીભાઇ પંચાસરા નામના યુવકે પોતાનાં સાળા અને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોતાની પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. સમગ્ર મુદ્દે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ અનુસાર તે મુળ પડધરીના દેપાળિયા ગામનો રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટના દ્વારકેશ પાર્કમાં સનરાઇઝ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે ઉર્મિલા જસાભાણ સરેણા સાથે પ્રેમ લગ્ન કર્યા છે. લગ્ન બાદથી તેઓ રાજકોટમાં રહે છે. જાે કે ગત્ત સાંજે તેમનો સાળો નીતિન અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં બિન કાયદેસર રીતે પ્રવેશ કરીને બળજબરીપુર્વક પત્ની ઉર્મિલાને ઇકો ગાડીમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. બનાવ અંગે માહિતી મળતા તેણે ઘરે પહોંચીને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. સાળા નીતિને ફોન કરીને ધમકી આપી હતી કે, હું મારી બહેનને તારી સાથે રહેવા દેવા માંગતો નથી. સમગ્ર મુદ્દે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત અપહરણકારોને ઝડપી લેવા માટેના ચક્રોપણ ગતિમાન કર્યા છે.

(જીએનએસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here