રશિયામાં મેકડોનાલ્ડ્‌સના તમામ આઉટલેટ્‌સ બંધ થતાં

મોસ્કો, તા.૧૪
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. ૧૩ માર્ચે, મેકડોનાલ્ડ્‌સે રશિયામાં તેની તમામ ૮૫૦ રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેકડોનાલ્ડ્‌સમાં છેલ્લું બર્ગર ખાવા માટે રશિયન લોકોની ભીડ ઉમટી પડી હતી. હવે લાસ્ટ બર્ગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મેકડોનલ્ડ્‌સના CEOએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખતા ત્યાં કંપનીના યૂનિટ્‌સને બંધ કરવાનો ર્નિણય યોગ્ય છે.

જાે કે આ પહેલો પ્રતિબંધ નથી, આ પહેલા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન સ્ટાર બક્સ, કોકા-કોલા, પેપ્સીકો, કેએફસી, બર્ગર કિંગ પણ રશિયામાં પોતાની બ્રાન્ચ બંધ કરી ચૂકી છે. ફૂડ ચેઈન સિવાય, એક્સોન-મોબિલ, જનરલ ઇલેક્ટ્રિક, નેટફ્લિક્સ સહિતની ઘણી કંપનીઓએ રશિયામાં તેમની કામગીરી બંધ કરી દીધી છે. ફાસ્ટ ફુડ ચેઈ મેકડોનાલ્ડ્‌સે ભલે રશિયામાં દરેક બ્રાન્ચ બંધ કરી દીધી હોય, પરંતુ તેઓ પોતાના ૬૨,૦૦૦ કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે. જાે કે, આનાથી લોકો ખૂબ જ નિરાશ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here