Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

“રમઝાન” મહિનાના પવિત્ર દિવસોમાં એક મુસ્લિમ યુવકે અંગદાન કરી “માનવતાની મિશાલ” પ્રસ્થાપિત કરી

સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે મુસ્લિમ યુવકના પરિવારે ‘માનવતા’ને મહત્વ આપ્યું.

રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે.

અંગ દાન, મહાદાન….’ થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. કદાચ કલ્પી પણ ન શકાય તે રીતે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા હતા. 58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના 25 વર્ષીય મુસ્લિમ યુવકને માર્ગ અકસ્માત નડ્યો… સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો…સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમે પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યો…

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજ-ધર્મ-વર્ગમાં જુદા જુદા અથવા અગમ્ય કારણોસર અંગદાન સ્વીકાર્ય નથી. બેશક કદાચ તેની પાછળ અલગ માન્યતા હોઈ શકે, તે આખો અલગ વિષય છે. સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે મુસ્લિમ યુવકના પરિવારે ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે.

મુસ્લિમ યુવકને બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલમાં લઇ જતા પહેલા હંમેશાની જેમ જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારે રમઝાનના મહિનામાં પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે એક બાજુ મુસ્લિમ પરિવારજનો “કલમા પઢી રહ્યા હતા” જ્યારે અન્ય બાજુએ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઇશ્વરને પ્રાર્થના કરતા સર્વધર્મ સમભાવના દ્રશ્યો સર્જાયા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *