રખિયાલ વિસ્તારમાં એક્ટિવા પર જતા ત્રણ લોકો ખાડામાં પટકાયા

0

AMC દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટ ન હોવાથી ત્રણેય ખાડામાં પડ્યાં

(લતીફ અન્સારી)

અમદાવાદ,તા.27

  • અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે મોડી રાત્રે સાતેક ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા પર સવાર ત્રણ વ્યક્તિઓ ખાડામાં ઉતરી જતાં ત્રણેયને નાની-મોટી ઈજા પહોંચી હતી. કોર્પોરેશન દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટ ન હોવાથી અને અંધારુ હોવાથી એક્ટિવા પર સવાર ત્રણેય ખાડામાં પડ્યાં હતાં. સ્થાનિક લોકોએ ત્રણેયને બહાર કાઢીને 108 મારફતે સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.
  • એક્ટિવા પર જતાં બે સગીર સહિત ત્રણ લોકો પટકાયાં બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં એક ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ ત્રણેયને બહાર કાઢી લેવાયા હતાં. કોર્પોરેશનની બેદરકારીના કારણે ખાડામાં ત્રણેય વ્યક્તિ પડ્યાં હતાં. ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોર્પોરેશન દ્વારા રોડ પર ખોદવામાં આવેલા ખાડામાં એક્ટિવા પર જતાં બે સગીર સહિત ત્રણ લોકો પટકાયાં હતાં. સ્થાનિક લોકો તાત્કાલિક ભેગા થઈ ગયાં હતાં અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here