ઇટાવા,

ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ઉત્તરપ્રદેશના ઇટાવા  જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રેલ માર્ગ પર થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રેલવે લાઇનની બાજુમાં રેલવેની વીજ પુરવઠાની લાઇનને ખરાબ રીતે નુકસાની થવા પામી હતી. આ દુર્ઘટનામાં રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થવાની પણ સંભાવના છે.

ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી. આ માલગાડી ઘણા ડબ્બાઓ વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જે બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચૂનાના પત્થરથી ભરેલી માલગાડીના 58 ડબ્બાઓ ઝારખંડમાં બોકારો સ્ટીલ પ્લાન્ટનો માલ લઇ જઇ રહી હતી. રસ્તામાં 44 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટનામાં ત્યાં હાજર 14 વર્ષના એક કિશોરનું મોત થયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, માલગાડીનો એક ડબ્બો 25 ફૂટ ઊંડા ખાડા પાસે પલટી ગયો હતો, ત્યારે નીચે એક 14 વર્ષનો કિશોર ઘેટાં ચરાવી રહ્યો હતો તે આ દુર્ઘટનાનો ભોગ બન્યો, જયારે સચિન દિવાકર, અનુરાગ, ગૌરવ અને સુમન નામના તરલ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બાદ ટ્રેન સેવા લાંબા સમય સુધી સ્થગિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here