મોરબીમાં યુવકે ફેસબુક પર લાઇવ કરી આપઘાત કરી લેતા ચકચાર મચી

0

‘મેં તને પ્રેમ કર્યો છે તે જ મારો ગુનો

મોરબી,
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૫) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ પ્રેમલગ્ન જવાબદાર હોવાનું આપઘાત કરતા પૂર્વે ખુદ મૃતક યુવાન કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક લાઈવ અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જાહેર કર્યું હતું અને લાઈવ થયા બાદ ગણતરીની ઘડીઓમાં જ તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો.

“હવે મારાથી જીવાય એમ નથી મિતાલી.. હું મરી જાવ પછી એકવાર મારી લાશ પર રોવા આવજે,.. મેં તને પ્રેમ કર્યો એના બદલામાં તારા મા-બાપે મારી જિંદગી લઈ લીધી. મારી જિંદગી લઈ લીધી. તારા મા-બાપે મને એ હદે હેરાન કર્યો કે મારે મરવું પડે છે. મારા ઘરમાં હું સૌનો લાડલો. બધાને એ આશાથી તારો સરખો પગાર છે તું અમારું દેવું લેવું પુરું કરી દઈશ. હું દરોજ દરોજ મરું છું… હું આજે કોર્ટમાં એટલે જ આવ્યો હતો કે તારો મને જવાબ મળે કઈ વાંધો નહીં મિતાલી બાય…”

વધુમાં ફેસબુક ઉપર લાઈવ થઇ કિશનભારથી ગૌસ્વામીએ તેને જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવતીનો ઉલ્લેખ કરી યુવતી, તેના માતા-પિતા અને યુવતીના માસી સહિતના લોકોનો ત્રાસ હોવાથી હવે તે જીવી શકે તેમ ન હોવાનો ઉલ્લેખ કરી આ પોતાનો છેલ્લો વિડીયો હોવાનું અને ભગવાન હવે બીજા ભવમાં માનવ જિંદગી ન આપે તેવું જણાવ્યું હતું. દરમિયાન કિશનભારથીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાંજે પાંચ વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે એ ડિવિઝન પોલીસે એડી નોંધી છે અને હાલ વી.પી. છાસિયા તપાસ કરી રહ્યા છે. આ આપઘાત કેસ અંગે તપાસનીશ અધિકારી વી.પી.છાસિયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનના પત્ની એક માસથી તેના પિતાના ઘરે ચાલી ગઈ છે અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે જેમાં આજે મુદતે મૃતકના પત્ની હાજર રહ્યા ન હોવા ઉપરાંત પત્નીને તેડવા છતાં ન આવતા આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતક કિશનભારથીના પરિવારજનોએ જણાવ્યુ હતું. જાે કે એ ડિવિઝન પોલીસે આ બાબતે હાલ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here