મોબાઇલમા પોર્ન વીડિયો જાેઈને ૧૩ વર્ષના ભાઈએ ૧૫ વર્ષની સગી બહેન સાથે બાંધ્યો શારીરિક સંબંધ

0

અલવર,તા.૨૧
બાળકોને સ્માર્ટ ફોન આપવાનું કેટલું ભારે થઈ પડે છે તેવી એક આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. બાળકોને સ્માર્ટફોન રમવા આપી દઈને પછી ધ્યાન ન આપતા માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

અલવરના ભીવાડી ગામમાં સાતમા ધોરણમાં ભણતા છોકરાએ રમતા રમતાં તેની ૧૫ વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. છોકરીનું પેટ જયારે મોટું થવા લાગ્યું ત્યારે માતાપિતાને શંકા પડી અને ડોકટર પાસે તેની તપાસ કરાવી ત્યારે તે ૬ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલતા ઘરનાં સભ્યો પર જાણે વીજળી પડી ગઈ. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રથી આવેલો છે અને ભિવાડીમાં છૂટક મજૂરીનું કામ ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો છે. પીડિતા ભિવાડીની એક ખાનગી સ્કૂલમાં ૯મા ધોરણમા ભણે છે અને તેનો નાનો ભાઈ ૭મા ભણે છે. મહિલા થાણા પ્રભારી રમાશંકરે જણાવ્યું કે મહારાષ્ટ્રનો એક પરિવાર ઘણા લાંબા સમયથી ભીવાડીમાં રહેતો હતો. ૧૫ વર્ષની પૌત્રીનું પેટ મોટુ જાેઈને દાદીને વહેમ પડ્યો ત્યારે તપાસ કરાવતા તે છ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યુ હતું. આ ઘટનાથી પરિવાર એટલો બધો આદ્યાત આવ્યો કે તેઓ માદરે વતન ચાલ્યા ગયા હતા અને ત્યાંની એક હોસ્પિટલમાં પીડિતાની ડિલિવરી કરાવી નખાવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટના ડિસેમ્બર ૨૦૨૦ની છે. એક દિવસ જયારે બન્ને ભાઈ બહેન એકલા ઘેર હતા ત્યારે તેમના ફોનમાં પોર્ન વીડિયોની લિંક આવી હતી અને તેમણે બન્નેએ તેને ઓપન કરી હતી. લીંક ઓપન કરતા પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો હતો અને બન્ને ભાઈ-બહેન સાથે બેસીને તે પોર્ન વીડીયો જાેયો હતો. ત્યાર બાદ તેમને બન્નેને પણ પોર્ન વીડિયોની નકલ કરવાનું મન થઈ આવ્યું અને તેમણે બન્નેએ શારીરિક સંબંધ બાંધ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here