મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ૧૭ વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરી
સુરત,

સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના સહ પ્રાધ્યાપક ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાં બાળકને ગુસ્સો ખૂબ આવે છે અને બાળકને ના પાડીએ તો તેઓ ગુસ્સે થઇ જાય છે અને હિંસા કરે છે. બાળકો મોબાઇલમાં હિંસક ગેમ રમે છે. જેથી બાળકને હિંસા કરવી સામાન્ય બાબત લાગે છે અને તે રિયલ લાઇફમાં પણ હિંસા કરી બેસે છે. શોસિયલ મીડિયા અને ફિલ્મોનો પણ બાળકો પર ખૂબ પ્રભાવ પડી રહ્યો છે. પોલીસે વધુમાં કહ્યું હતું કે, આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી. મંગળવારે સાંજે પિતા સાથે મોબાઇલ ફોન પર ગેમ રમવાની બાબતે ઝઘડો થતાં પુત્રએ પિતાનું ગળું દબાવી દીધું હતું. માતાને પણ સાચી હકીકત જણાવી ન હતી. જાેકે પતિની હત્યા પુત્રએ કરી હોવાનું બહાર આવતાં માતા પોતે ફરિયાદી બની હતી.

મોબાઇલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો. જેને લઇને ઝઘડો થતાં આ સગીરે પિતા ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જાેકે આરોપી સગીર હોવાથી તેને ડિટેઇન કર્યો હતો. આ ઘટનાએ વધુ એક વખત સગીર બાળકોમાં વધી રહેલાં મોબાઇલ ફોનના એડિક્શન સામે લાલબત્તી ચીંધી છે. સુરત શહેરના યુવાનો અને સગીરોમાં મોબાઇલ જાણે લતનું સ્વરૂપ પકડી ચૂક્યો છે. ઇચ્છાપોરના કવાસ ગામમાં મોબાઇલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપનાર પિતાની સગીર પુત્રએ હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી.

શરૂઆતમાં સગીરે હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાના પ્રયાસ બાદ પોલીસ તપાસ દરમિયાન હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત શહેર પોલીસના એસીપી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે, કવાસ ગામમાં રહેતાં ૪૦ વર્ષીય અર્જુન અરુણ સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. આ યુવાન ૬ દિવસ પહેલા બાથરૂમમાં પડી જતાં ઇજા થયાની હીસ્ટ્રી તેના ૧૭ વર્ષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ઇચ્છાપોર પોલીસને જણાવવામાં આવતાં પોલીસ જ્યારે ઇન્કવેસ્ટ ભરવા આવી હતી, ત્યારે મામલો શંકાસ્પદ લાગ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ બાદ પોલીસ ઇન્સપેક્ટર એન. એ. દેસાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતાં જ મામલો અકસ્માતનો નહીં પરંતુ, હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. ૪૦ વર્ષીય શખસની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. હત્યારા અને તેની હત્યાનું કારણ જાેકે વધુ ચોંકનાવનારું હતું. આ યુવાનની હત્યા તેના જ ૧૭ વર્ષના સગીર પુત્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here