ઇન્દોર,તા.૨૨
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા દેશમાં કોરોનાની સાથે સાથે વધી રહેલ બ્લેક ફંગસ મહામારી માટે કેન્દ્ર સરકારના કુશાસનને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે રસી બાદ હવે દેશમાં બ્લેક ફંગસની દવાની અછત મુદ્દે પણ સરકારને જવાબદાર ગણાવી છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું, “મોદી સિસ્ટમના કુશાસનને કારણે માત્ર ભારતમાં જ કોરોનાની સાથે સાથે બ્લેક ફંગસ મહામારી છે. વેક્સનની અછત તો છે જ, આ નવી મહામારીની દવાની પણ અછત છે. તેનો સામનો કરવા માટે પીએમ મોદી તાળી-થાળી વગાડવાની જાહેરાત કરતા જ હશે.
નોંધનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિને લઈને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરતા આવ્યા છે. પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલથી તે કોરોના સાથે જાેડાયેલ વ્યવસ્થા, ઓક્સિજન અને રસીકરણને લઈને સતત પોતાની વાત રાખતા રહ્યા છે.