મોડેલ સાગરિકા શોના સુમનને જાનથી મારી નાખવા અને રેપની ધમકીઓ મળી

0


મુંબઈ,
રાજ કુંદ્રા પહેલાં ક્યારેય ફસાયો નહોતો, પરંતુ હવે એવો ફસાયો છે કે દરરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોના સુમને જણાવ્યું, રાજ કુંદ્રાનો પર્દાફાશ કર્યા બાદ તેને ધમકીઓ આપવામાં આવી રહી છે. સાગરિકાએ થોડા દિવસ પહેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેને કહ્યું હતું, રાજ કુંદ્રાએ તેની પાસેથી ન્યૂડ ઓડિશનની માગ કરી હતી.

સુમને ખુલાસો કર્યો, ઉમેશ કામત નામની એક વ્યક્તિ રાજના પ્રોડક્ટશવાળી વેબ સિરીઝમાં એક્ટિંગની ઓફરની સાથે તેનો સંપર્ક કર્યો હતો. આ આરોપ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ અને અશ્લીલ મેસેજ મળી રહ્યા છે. સાગરિકાએ કહ્યું, તેને હવે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને અશ્લીલ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. સાગરિકાએ જણાવ્યું, હું હતાશ અને ચિંતામાં છું. મને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સથી ધમકીઓ મોકલવામાં આવી રહી છે. તે લોકો મને ડરાવી રહ્યા છે. જાનથી મારી નાખવાની અને રેપની ધમકી આપી રહ્યા છે. વિવિધ નંબરથી મને લોકો ફોન કરીને પૂછી રહ્યા છે કે રાજ કુંદ્રાએ શું ખોટું કર્યું છે. તેણે કહ્યું, મને એટલા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે કેમ કે આ લોકોનો બિઝનેસ બંધ થઈ ગયો છે. મને કહેવામાં આવી રહ્યું છે કે, મેં આ બિઝનેસ બંધ કરાવ્યો છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે લોકો પોર્ન ફિલ્મ જુએ છે અને તેથી અમે આવી ફિલ્મો બનાવીએ છીએ. સાગરિકાએ જણાવ્યું, તે ધમકી આપતા લોકોની વિરુદ્ધ ફરિયાદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here