ઓરલ કિમોથેરાપી કેન્સરના દર્દીઓ માટે નવી આશાનું કિરણ

ઓરલ કિમોથેરાપીમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

અમદાવાદ,

મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ મહત્તમ પુરુષોમાં આ કેન્સર જાેવા મળતું હોય છે. અંતિમ સ્ટેજના મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ માટે અત્યાર સુધી ઇન્જેકટેબલ કિમો થેરાપી આપવામાં આવતી હતી. જેની વધુ પડતી આડ અસર પણ છે. અમદાવાદની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ઓરલ મેટ્રોનોમિક કિમોથેરાપીનો અભ્યાસ કર્યા બાદ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યો. સમગ્ર ભારતમાં ૧૬ કેન્દ્રોએ તેની હોસ્પિટલમાં આ ક્લિનિકલ ટ્રાયલ કર્યા હતા.

ટેબલ થેરાપી હોસ્પિટલમાં દર ૨૧ દિવસે આપવામાં આવતી હોય છે. જેની સામે ઓરલ કિમોથેરાપી દરરોજ ટેબલેટના સ્વરૂપમાં લેવામાં આવતી હોય છે. આ ટ્રાયલમાં સારા પરિણામને પગલે “ગળા” અને “મોઢા”ના કેન્સરના દર્દીઓને ટ્રિપલ ઓરલ મેટ્રોનોમિક કિમોથેરાપી એટલે કે, ટી.એમ.સી.ની સારવાર આપવામાં આવશે. મોંઢા અને ગળાનું કેન્સર એ ભારતમાં પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મુજબ તમામ કેન્સરમાં આ ૩૦% હિસ્સો ધરાવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં તેનું સમયસર નિદાન થતું નથી અને દર્દીઓ અંતિમ તબક્કે હોસ્પિટલમાં હાજર થાય છે જ્યારે કેન્સર અસાધ્ય બની જાય છે. આવા અંતિમ તબક્કામાં, સારવાર સામાન્ય રીતે જીવનની ગુણવત્તા સુધારવા (પીડાદાયક લક્ષણો ઘટાડવા) અને શક્ય તેટલું આયુષ્ય વધારવા માટે આપવામાં આવે છે.

આ સારવાર કિમોથેરાપી, ટાર્ગેટેડ અને ઇમ્યુનોથેરાપીના સ્વરૂપમાં છે. અંતિમ સ્ટેજ મોંઢા અને ગળાના કેન્સરમાં વર્લ્ડ ઓવર ઇમ્યુનોથેરાપી એ પસંદગીની સારવાર છે. જાે કે તેની ઊંચી કિંમત જે લાખો રૂપિયામાં છે. તેના કારણે ભારતમાં ૩%થી ઓછા પાત્ર દર્દીઓ ઇમ્યુનોથેરાપી લેવાનું ચાલુ રાખે છે. (સ્ત્રોતઃ ecancer.org)

નિયમિત રીતે લગભગ ૯૭% દર્દીઓને ડૉકટરો દ્વારા ઇન્જેક્ટેબલ કિમોથેરાપી આપવાની જરૂર પડે છે. જેની કેટલીક મોટી આડઅસર હોય છે. આવા દર્દીઓમાં આડઅસરો ઘટાડવા અને આયુષ્ય વધારવા માટે અસરકારક ઉકેલ લાવવા માટે, નારાયણી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ એ ‘ઓરલ મેટ્રોનોમિક કીમોથેરાપી’ની અસરકારકતાનો અભ્યાસ કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. CRSF (કેન્સર રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ફાઉન્ડેશન)ની છત્રછાયા હેઠળ, સમગ્ર ભારતમાં ૧૬ કેન્દ્રોએ તેમની હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ હાથ ધર્યા. ઇન્જેક્ટેબલ કિમોથેરાપીની અસરકારકતા (હોસ્પિટલમાં દર ૨૧ દિવસે આપવામાં આવે છે) વિરુદ્ધ ઓરલ કિમોથેરાપીની અસરકારકતાનું (દરરોજ ઘરે ટેબ્લેટના રૂપમાં આપવામાં આવે છે) કેન્સરના દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો અને પરિણામે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામોને અમેરિકન સોસાયટી ઑફ ક્લિનિકલ ઓન્કોલોજી (ASCO) દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને નારાયણી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. રૂષભ કોઠારી દ્વારા યુએસએમાં રજૂ કરવામાં આવ્યા હતા. N.H. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર કેન્દ્ર છે જેણે ટ્રાયલ્સમાં સમગ્ર ભારતમાં દર્દીઓ વિરુદ્ધ અન્ય સહભાગીઓની સંખ્યા વધુમાં વધુ નંબર પર અભ્યાસ કર્યું હતું. અભ્યાસ વિશે સમજ આપતાં ડૉ. રૂષભ કોઠારીએ જણાવ્યું હતું કે, “આ સંશોધન દ્વારા, અમે અંતિમ સ્ટેજ મોંઢા અને ગળાના કેન્સરના દર્દીઓ માટે ટ્રિપલ ઓરલ મેટ્રોનોમિક કિમોથેરાપી (TMC) નામની સુધારેલી સારવાર પદ્ધતિની સ્થાપના કરી છે. તે ખૂબ જ ઓછી માત્રાની ઓરલ કિમોથેરાપી છે. જે તમારા ઘરના આરામથી ગોળીઓના રૂપમાં આપવામાં આવે છે. ઇન્જેક્ટેબલ કિમોથેરાપીની સરખામણીમાં તેના બહુવિધ લાભો છે. જેમ કે, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ઇન્જેક્ટેબલ કિમોમાં માત્ર ૪ મહિનાની સરખામણીમાં ૬ મહિનાની સુધારેલી આયુષ્ય, અત્યંત ઓછી આડઅસર અને ઓછી કિંમત જે ખૂબ જ મહત્ત્વનું છે. નારાયણી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદના ફેસિલિટી ડાયરેક્ટર હેમંત ભટનાગર એ જણાવ્યું હતું કે “આ સિદ્ધિઓ માટે અમને અમારી ટીમ પર ખૂબ જ ગર્વ છે જે કેન્સરની સારવારના ભાવિ માટે ખૂબ જ લાભદાયી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here