મૃત્યુ પામ્યાના ૪ મહિના બાદ વેક્સિનેશનનો બીજાે ડોઝ અપાયો કેવી રીતે…!!!

0

સાબરકાંઠા, તા.૦૯
સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૦૦ ટકા વેક્સિનેશન સર્ટીફિકેશનમાં છબરડો જાેવા મળ્યો છે. ૧૦૦ ટકા રસીકરણ જાહેર કરાયેલા પ્રાંતિજના પોગલુ ગામે સંખ્યાબંધ લોકોને વેક્સિન લેવાની બાકી હોવાનું સામે આવ્યું છે. કેટલીક મહિલાઓએ ચાર ડોઝ લીધાના બે સર્ટિફિકેટ છે. જ્યારે મૃતક મહિલાના નામે પણ વેક્સિનનો બીજાે ડોઝ અપાયો હોવાનો પણ મામલો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ કોરોના રસીનો બીજાે ડોઝ લેવા જનારાઓને પણ પ્રથમ ડોઝની તારીખ બદલાઈ ગઇ છે. મૃતક મહિલાને બબ્બે ડોઝ અપાઇ ગયાના સર્ટિફિકેટ પણ જાેવા મળ્યાં છે. અગાઉ પણ સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ પરથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પોતાના પિતાને ગુજરી ગયાને ૪ મહીના કરતા પણ વધુ સમય થઇ ગયો છે. છતાં ભ્રષ્ટાચારથી ભરપૂર આ સરકારી તંત્ર દ્વારા પિતાને સ્વર્ગમાં જઇને વેક્સિનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફેસબુક એકાઉન્ટ પરથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ‘આજે મારા પિતાશ્રીને ગુજરી ગયાને ૪ મહિના કરતા પણ વધુ સમય થયો છે. ત્યારે આ ભ્રષ્ટાચારથી ભરપૂર, અસંવેદનશીલ, ખોટા આંકડા જાહેર કરતી સરકાર અને તેમના ભ્રષ્ટ અને અબોધ સરકારી તંત્રને ફોન ઉપર ૪-૫ વાર ગુજરી ગયાનું જણાવ્યાં છતાં તેમને સ્વર્ગમાં જઇને વેક્સિનનો બીજાે ડોઝ આપેલ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here