મુસ્લિમો પર અત્યાચાર કરનાર ૧૪ ચીની કંપનીઓને અમેરિકાએ કરી બ્લેકલિસ્ટ

0

વોશિંગ્ટન,તા.૧૦
ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારને લઈને અમેરિકાએ ચીન સામે વધારે આકરુ વલણ અપનાવ્યુ છે. અમેરિકાની બાઈડેન સરકારે ચીનની ૧૪ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી નાંખી છે. આ કંપનીઓએ ચીનમાં મુસ્લિમો પરના અત્યાચારમાં સીધી કે આડકતરી રીતે ભૂમિકા ભજવી હોવાની જાણકારી અમેરિકાને મળ્યા બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે.

અમેરિકાના વાણિજ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે, ચીનની શિનજિઆંગ પ્રાંતમાં મુસ્લિમ લઘુમતી પર ચીનના અત્યાચાર, સામૂહિક નજરકેદ અને તેમના પર નજર રાખવામાં આ ૧૪ કંપનીઓએ સરકારને ટેકનોલોજીકલ મદદ પૂરી પાડી છે. આ કંપનીઓ સાથે સાથે રશિયામાં મિલિટરી પ્રોગ્રામને મદદ કરે છે તેમજ ઈરાન પર મુકાયેલા વ્યાપારિક પ્રતિબંધોનુ પણ ઉલ્લંઘન કરે છે. હવે આ ૧૪ કંપનીઓ અમેરિકામાં પોતાનો સામાન કે બીજી વસ્તુઓ નહીં વેચી શકે. ઉલ્લેખનીય છે કે, ચીનની સરકારે ૨૦૧૭થી શીનજિયાંગ પ્રાંતમાં લાખો લોકોને કેદ કરીને રાખેલા છે. ચીન પર આરોપ લાગી રહ્યા છે કે, ચીન અહીંયા લેબર કેમ્પ ચલાવે છે અને મુસ્લિમોની જબરદસ્તી નસબંધી પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here